________________
કવિશ્રી દુલા કાગ સ્મૃતિ – ગ્રંથ
૭૪
અને શીરા, પૂરી ફરતું ફરતું જમાડયા. દેવી પુત્રો આનંદથી હાકા ગગડાવતા અને ઘરના સૌને રામાયણના દાહા સંભળાવી આનંદ કરાવતા. ત્યારે મારે ઘેર એ ગાયા તથા વાછરડાં જોઈ તેઓને બહુ આનંદ થયા. રાજકોટમાં મારી ગેરહાજરીમાં સ્વજન તરીકેના આતિથ્યથી તે બહુ પ્રસન્ન થયા. પછી જ્યારે મળીએ ત્યારે તે પ્રસંગને બહુ પ્રેમપૂર્વક
યાદ કરતા.
સન ૧૯૬૭માં પૂજ્યચરણ શ્રી રણછેાડદાસજી મહારાજનેા જન્મજયંતિ મહાત્સવ ગોંડલમાં ઉજવાયેા ત્યારે, શ્રી દુલાભાઈની ઈચ્છા પૂ. ગુરુદેવનાં દન કરવાની હતી. પરંતુ તેમના શબ્દોમાં લખું તે। ‘એટલી મેદની મળી હતી કે બે કલાક આંટા મારી પાછે। * કે ઉપર તલની મુઠીનેા ધા કરો તે પણ એક તલ નીચેા ના પડે એટલા માણસ. એમાં અંદર કેમ જવું! પાછા ફર્યાં ત્યાં શ્રી જયંતિભાઈ જોબનપુત્રા મળ્યા. હાથ ઝાલીને અંદર લઈ ગયા. હું પગે લાગી દશેક મિનિટ બેઠે, ત્યાં એક પાટ ઉપર બિરાજેલા પૂ. ગુરુદેવને નીરખી નીરખી જોયા, એક છંદ પણ મેલ્યા. એમને એટલા પ્રભાવ હતા કે ખેલવાની ઈચ્છા પણ ન થાય. નાનકડું શરીર, ત્રાંબા જેવા વાન, કપાળ, કામણના એ બળતા દીવા જેવી આંખાની કૃપા દૃષ્ટિના લાભ ત્યાં મળેલા. પૂજ્ય ગુરુદેવનાં દર્શીનથી તે બહુ પ્રભાવિત થતાં મેં તેમને બહાર આવીને પૂ. ગુરુદેવ સબંધી કાંઈક લખવા સૂચવ્યું. અને તેઓએ ગુરુમહિમા નામનુ પુસ્તક સને ૧૯૭૦માં પૂરું કર્યું' અને મને વાંચવા માકળ્યું. તે પુસ્તક લખવા માટે મેં આભાર પત્ર લખ્યો. તેના જવાબમાં ટૂંકામાં તેમણે જીથરી (અમરગઢ હોસ્પીટલ)માંથી તા. ૧૬-૬-’૭૧ના પત્રમાં લખ્યું કે “જે શારદાને ધન્ય બનવુ હતું તે તેણે ગુરુમુખમાં ડોકીયું કરી દીધુ' છે. જેમ એમની પ્રેરણા થઈ એમ મેં લખ્યુ છે
અને તેની કિ ંમતને કયાસ આપ જેવા ભક્તજા જ
કાઢી શકે.”
ગુરુમહિમાનું પુસ્તક શ્રીસદ્ગુરુ સેવાસધ ટ્રૅસ્ટ તરફથી બહાર પડયુ તેની ૩૦૦૦ પ્રતો છપાઈ તેમાં તેમણે ‘‘ગુરુ ચાલીસા રચ્યા, ગુરુ રાત સઈ તથા છપય અષ્ટક પછી ગુરુનાનિધકયન ના ૨૦ છંદ અને કવિત-મનહર છંદ થી ૧૦૨ પાનાનુ` પુસ્તક પૂરૂં કર્યું. આ પુસ્તક છપાઈ રહ્યું ત્યારે ગુરુદેવની બીમારી-શ્વાસ, ખાંસી વધતાં રહ્યાં તેથી તેઓશ્રીને મુંબઈ-પુના–એંગલાર તરફ શિષ્ય સમુદાય લઈ જવાનું કરતાં અને અહીં સૌરાષ્ટ્રમાં, શ્રી દુલાભાઈ પણ અમરગઢ જી’થરી હેસ્પીટલમાં જીવલેણ બીમારી ભોગવી રહ્યા હતા એટલે આ પુસ્તકમાંથી થેાડા છંદો પૂ ગુરુદેવને સંભળાવવાની શ્રી દુલાભાઈની ભક્ત તરીકેની ઈચ્છા પૂરી થઈ શકી, તેમણે મને લખ્યુ કે ગુરુમહિમા તે આપ પૂરી શ્રદ્ધાથી વાંચી ગયા. “મારી સેવા આપને ગમી એટલે મારા મન તે આખા જગતને ગમી” કયાં અને કયારે મળશું એ કાંઈ નક્કી નથી. એ દિવસ સાથે રહેવાની ઇચ્છા છે.''
તે હેસ્પીટલમાં હતા ત્યારે એ વખત મારા સ્નેહી શ્રી હરજીવનભાઈ બારદાનવાલા સાથે અને એક વખત શ્રી શાંતિકુમારભાઈ રાજા જેએ તે વખતે ગુજરાત ઈલેકટ્રી સીટી Öના ચેરમેન હતા, તેમની સાથે મેટરમાં ગયા હતા.
તબીયતમાં સુધારા થતાં, શ્રી દુલાભાઈ મજાદર ગયા ત્યારે તેઓને આંહી આનાશ્રમ બીલખામાં એક વખત આવવા વિનંતિ કરી પરંતુ પોતે તે આવી શકયા નહિ. પેાતાની વતી શ્રી મેરૂભાભાઈ ને મેાકલ્યા. તેઓએ સૌ ગુરુ બહેનોને શ્રવણ મદિરમાં ભક્તિ કાવ્યાના રસાસ્વાદથી તરએળ કર્યાં.
સદ્ગત્ શ્રી દુલાભાઈ નો મારા ઉપરના છેલ્લા પત્ર માદરથી તા. ૨૦-૧૨-’૭૬નો છે તે અક્ષરશઃ આંહી આપું છું.
SOW EW SIN QUE REKS snaked