________________
બાપુને વંદના
• કલ્યાણજીભાઈ નરોત્તમદાસ મહેતા
કયાક વાંચ્યું છે, કે :–“સારા માણસેના મનમાં સ્થાન પામવું તે પણ જીવનનું એક સદ્ભાગ્ય છે.” છેલ્લાં ૩૦-૩૫ વર્ષથી પૂજ્ય ભગત બાપુના નિકટતમ સહવાસ અને સહચારમાં રહેવાનું બન્યું છે. તેને હું મારા જીવનનું પરમ સૌભાગ્ય લેખું છું. આટલાં બધાં વર્ષોના ગાળામાં બાપુ બહારગામ હોય, તે સિવાયના દિવસોમાં મજાદર કે ડુંગર ખાતે અમારે અચૂક મળવા-હળવાનું હોય. આટલા લાંબા સહજીવનમાં બાપુ ડે અનેક રીતે તાણાવાણાની માફક ગૂંથાઈ જવાનું બન્યું છે. વેપાર-ધંધાની લેણ-દેણ હોય, કઈ મહેમાનની પરણાગત કરવાની હોય, કોઈ સાર્વજનિક પ્રસંગ ઉકેલવાન હોય, કોઈ ફંડફાળ ભેગો કરવાનો હોય, કઈ જાહેર હિતને પ્રસંગ પતાવવાનો હોય, મારા સુખદુ:ખના પ્રસંગે સધિયારો લેવાનો હોય, સંસાર વહેવારની જંજાળોથી પર થઈ પરમતત્વને પિછાનવા માટે સસંગ-ચિંતન કરવાનાં હોય, દીન-દુ:ખીનું દર્દ મટાડવા કોઈ નાની-મોટી મદદ કરવાની હોય જીવનના આવા તેવા પ્રસંગે બાપુની સાથે જ રહેવાનું હંમેશાં બન્યું છે. કોઈ પણ વખતે નથી બાપુએ કદી વેરો-આંતર રાખ્યો કે નથી મને બાપુ પાસે જતાં ક્યારેય શરમ સંકેચ નડ્યો. પૂર્વજન્મની કોઈ અણજાણ પ્રીતના પ્રેમતંતુઓ અતૂટપણે બાપુ જોડે બંધાવાનું થયું છે. આ દીર્ધકાળના સંબંધમાંથી શું લખવું અને શું છોડવું, તે મારા માટે એક કોયડો છે. વળી હું સાહિત્યકાર નથી કે જેથી થેડા અગત્યના પ્રસંગેને ચૂંટીને સાહિત્યિક ભાષામાં રજૂ કરું.
છતાં બાપુ તરફને મારો ઊંડે આદરભાવ મને જે કાંઈ સુઝાડે છે, તે અહીં ભાંગીતૂટી ભાષામાં લખાવું છું. | સર્વ પ્રથમ મારે એ સ્પષ્ટ કરવું ઘટે કે બાપુ જોડેને મારો પ્રેમસંબંધ સખાભાવને નહિ પણ ભક્તિભાવને હતે. બાપુએ તે બીજા બધાની જેમ મારા પ્રત્યે પણ સખ્યની સમાન ભૂમિકાથી વર્તાવ કરેલ. પણ મેં તે સદાયે ભક્તિભાવથી વંઘા છે. સખાભાવમાં આવ્યા પછી કંઈક મેળવવાની થેડી ઘણી પણ અપેક્ષા હોય છે, જ્યારે ભક્તિમાં બને તેટલું સમર્પણ કરવાનું હોય છે. વળતાં કશું પામવાની સ્પૃહા હોય નહિ. બાપુને મેં આવા કંઈક ભક્તિભાવથી અર્ચવા પ્રયત્ન કર્યો છે.
વર્ષો પહેલાં એક પ્રસંગ છે. બાપુને આત્મદર્શનની નજીક પહોંચેલ સિદ્ધપુરુષ રૂપે હું માનતો આવ્યો છું. એક વખતે મેં તેમને વિનંતી કરી કે, આપને લાધેલા આત્મજ્ઞાનમાંથી એકાદ કણ મને પણ આપે તે જન્મમરણના આ ચકરાવામાંથી છૂટવાનું ભાતું મને પણ મળે.
બાપુએ વિનમ્રભાવે કહેલું, “ભાઈ, હું પોતે જ માયાનાં બંધનથી જકડાયેલ છું. ત્યાં તમને કેમ છોડાવું ? પણ આપણે એ બંધનમાંથી છૂટવાનાં આવલાં સાથે જરૂર મારશું.” અને પૂજ્ય બાપુનો કપાપ્રસાદ મને તેમના જીવનના અંત લગી કાયમ મળી રહ્યો છે.
૧૯૫૪ની સાલમાં મારે ત્યાં ભાગવત સપ્તાહ બેસાડેલી. સ્વાભાવિક રીતે જ દરરોજ રાત્રે બાપુનો
કપિશ્રી દુલા કાગ ઋદિ-૩થDDDDDDDD)