________________
૩૮
કવિશ્રી દુલા કાગ સ્મૃતિ- ગ્રંથ
એમની આગમવાણી રૂપવંત બનીને મારી આંખો સામે તરવરવા લાગી ! તુરત જ રોવું ન આવ્યું. પણ એક જ વાત યાદ આવી અને તે ગતરૂપે બહાર નીકળી.”
મહાસભામાં જવાનું મારે માટે પણ પિતાની સાથે નક્કી કર્યું હતું. પણ એમની તબિયત ઘણી જ નરમ થયેલી જોઈને મેં કહ્યું કે “હું હરિપુરા જવાનું બંધ રાખું. આપની તબિયત ઘણી જ ખરાબ થઈ ગઈ છે. એટલે હું આપની પાસે રહું. વાત કરીશ, જેથી આપને આનંદ આવશે.”
ના, તમને આમંત્રણ છે. તમારાં ગીત ગાવાના કાર્યક્રમની તારીખ નક્કી થઈ ગયેલ છે. માટે તમારે જરૂર જવું જ જોઈએ. બનશે તે હું ઊડીને આવીશ, પણ નવાણું ટકા નહિ અવાય !” આવું કહી પટ્ટણીજીએ મને મહાસભામાં મોકલ્યો.
હરિપુરામાં પૂજ્ય ગાંધીજીના તેઓ ભક્ત હતા. પણ એટલા અશક્ત હતા કે બોલવાની શક્તિ પણ ન હતી એટલે આવવા હિંમત ચાલી નહિ. બીજી તરફ ગઢડા મુકામે એમણે કહેલું કે “આપણે તો ભાઈ! કોઈનાં ખોરડાં અપવિત્ર નહિ કરીએ. ને મારા સમાચાર તો તમે એવા સાંભળશે કે હું રસ્તામાં જ મરી ગયો છું !”
હરિપુરા જતાં શ્રી મહેશ પટ્ટણીએ મારે માટે ભાતું બાંધતાં કહ્યું કે “બાપુજીને કાર્યક્રમ કાલે શિહોર જવાનું છે. કોઈને કહેશે મા !” હું તે દિમૂઢ બની ગયો, “શિહોર ?”
હા, શિહોર જ. મને હમણાં જ બોલાવીને
સ્વ. મેઘાણીભાઈ સ્વ. મેધાણીને અંજલિની દુલાભાઈ એ જ દુહાથી શરૂઆત કરે છે, જે તેમણે બંનેએ સાથે મળીને રચેલ. કાગ એની કાણ, (હવે) ઘર ઘર મંડાણી
કયો પ્રસંગ લખું અને કયો જતો કરું ? એમનાં (મેધાણીભાઈનાં) ગીતની કઈ લીટી લખું ને કઈ ન લખું ? એમના જીવનનાં કેટલાં પાસાં યાદ કરું અને કેટલાં વીસરું? શું લખું અને શા માટે લખું ? કોણ જાણે કાંઈ ખબર પડતી નથી.
આજથી પાંત્રીસ-ચાળીશ વર્ષો અગાઉ “ચારણ એ શબ્દ કાને પડતાં કેટલાંક શહેરી જનો મેટું ચડાવતાં. પ્રજાવર્ગમાં કઈ ખુશામદખેરની વાત આવે, તો એમ બોલે કે, “હું કાંઈ ચારણ-ભાટ થોડો છું ?'
ગુજરાતની એક વાત છે : એક ચારણ જુવાને એક બાઈ પાસે પાણી પીવા માંગ્યું. બાઈએ પૂછ્યું, કેવા છો ?' તે કહે “ચારણ છું.” એટલે વિસ્મય પામેલ બાઈ એ કહ્યું, “અરરર ! નાનો બાળક બિચારો ચારણ થઈ ગયો છે !' એટલે કે બાવો થઈ જાય, તેમ ગમે તે ચારણ થઈ જતું હશે !
છેલ્લે છેલ્લે ચારણોની પરખ આ જાતની રહી હતી. તેમાં ચારણ કેણ, કેવો હોય, એના જીવનની સાચી ટેક અને જીવતર કેવાં હોય એની સાચી છબી શ્રી મેઘાણીએ ખેંચી અને શહેરે અને ગામડે, બંગલે અને ઝુંપડે, દેશ અને દેશાવરમાં
તા. ૧૫-૨-૧૯૩૮ના રોજ હું હરિપુરા જવા ઊપડવ્યો. પણ સાચેસાચ એ ત્રણ-ચાર દિવસ અંધાધૂંધી જેવું રહ્યું. દિશાઓ માત્ર ઝાંખી ઝાપટ થઈ ગઈ. પવન એટલે કુંકાતો હતો કે આકાશ ધૂળમય બની ગયેલું. તા. ૧૭-૨-૧૯૩૮ના રોજ હરિપુરામાં દશ લાખની મેદનીમાં વીજળીને વેગે વાત પ્રસરી ગઈ કે, “આજે દાઢીવાળો દેવ થઈ ગયો!'
કવિ દુલા કાગ સ્મૃતિ-ગે છે