________________
સંભારણા
પપ
આમ કારતકથી માંડીને આસો માસ સુધીનું રાધાની મનઃ સ્થિતિનું અને પ્રકૃતિનું વ્રજભાષામાં વર્ણન પૂરું કર્યું ત્યારે જાણે કે સ્વર્ગલેકને ભૂતળ પર ભૂલે પડેલે ગાંધર્વ તેના સાથીદારોને પહાડી સાદે ધરતી પર તરતો હોય તે ભાસ થયો. મેરુભાના બુલંદ કંઠમાંથી નીકળતો ધીરગંભીર અવાજ અને એ અવાજની મીઠાશને દસ હજારની માનવમેદની સ્તબ્ધ બનીને ગળતી રાતે માણતી રહી. જાહેર કાર્યક્રમો આપવાની મેરુભાની આ સૌ પ્રથમ શરુઆત, પછી તે એમની કીતિને જાણે કે પાંખો ફૂટી : મેરુ ઊંચે મેરથી, છત્રાવ બડ ચિત્ત, ભજન બહુવિધ ભાવથી, ગાવે આછાં ગીત. (૯)
આજથી આશરે ૯૫ વર્ષ પૂર્વે સૌરાષ્ટ્રમાં લોકવાર્તાઓ દ્વારા લેકસાહિત્યના સંસ્કાર ચેતાવનારા સોરઠ (ઘેડ વિસ્તાર)ના છત્રાવા ગામના લોકસાહિત્યના આરાધક પિતા મેઘાણંદ ગઢવીના ખોરડે માતા શેણીબાઈની કૂખે સંવત ૧૯૬૨ના ફાગણ સુદ ૧૪ના રોજ મેરુભાનો જન્મ થયો. ગામડા ગામની અભણ માતાએ ગળથુથીમાં જ ખાનદાની, સમાજસેવા અને ભક્તિના સંસ્કારે બાળકમાં રેડડ્યા. ચાર ગુજરાતીનું અક્ષરજ્ઞાન પ્રાપ્ત કરીને બાળક મેરુભાએ શાખાને સલામ કરી દીધી અને આછીપાતળી ખેતીમાં જોડાયા. પછી તો પિતાની વાર્તાકથનની કલાને મુગ્ધભાવે અને અતૃપ્ત હૈયે માણતા મેરુભા લેકસાહિત્યના સંસ્કારરંગે રંગાઈ ગયા. નડિયાદના કાર્યક્રમે એમને સાક્ષરોના સાનિધ્યમાં માનભર્યું સ્થાન અપાવી દીધું.
હેતપ્રીતની હીરલાગાંઠ એ અરસામાં મેરુભા અને રાયચુરાની જોડી જામી. બંનેએ મળીને સમાજમાં લેકસાહિત્યને સંસ્કાર વહેત રાખવા કવિતા, વાર્તા, શિક્ષણ અને
કહેણી દ્વારા અણથક ઉદ્યમ આદર્યો. સને ૧૯૩૮માં કવિ “કાગ’, મેઘાણી અને મેરુભાનું સૌ પ્રથમ મિલન થયું. પ્રથમ મુલાકાતે જ એકબીજાના અંતરમાં હેતપ્રીતની જાણે કે હીરલાગાંઠ બંધાઈ ગઈ પિતાના આદરણિય મિત્ર દુલા કાગનું સ્મરણ સતત રાખવા એમણે પિતાના નાના ભાઈ પીંગળશીભાઈ ગઢવીના પુત્રનું નામ પણ દુલે રાખી દીધું. દલે મોટે થઈને ઠેકટર બન્યો છતાં એને પ્રેમથી ડે. દુલે કહીને જ સંબોધતા.
..લોકજીવનના વન-ઉપવનની કુંજે
પછી તે કવિ ‘કાગ’ના કાર્યક્રમોમાં મેરુભા અચૂક હાજર જોવા મળે જ. પોતાની મીઠી હલકથી 'કાગવાણી'નાં ગીતો અને ભજને રજૂ કરીને શ્રેતા
ને ડોલાવી દે, આમ “કાગવાણી'નાં ગીતોને લેકહૈયાં સુધી ગુજતાં કરવાને યશ જે કોઈને આપવો હોય તો સ્વ. શ્રી મેરુભા ગઢવીને આપી શકાય. એટલે જ કવિ “કાગ’ આભારવશ બનીને ઘણીવાર કહેતા કે “મારાં ગીતને મેરુભાએ પાંખો આપીને ઉડતાં કર્યા છે. લોકહૈયે રમતાં અને લેકકંઠે ટહૂકતાં કર્યા છે.” શ્રી જયમલ્લ પરમારે સાચું કહ્યું છે કે “મેવાણી અને રાયચુરાના દેહાવસાન પછી લેકસંસ્કૃતિના ઝંડાધારીમાં કવિ “કગ અને મેરુભાનું મિલન સધાયું. એ એના મિલનમાં કંઠ અને કવિતા, ભાવ અને ભક્તિ, સૌજન્ય અને સેવાની જુગલબંધી સધાઈ, લેકજીવનના વનઉપવનની કુંજે એમણે મહેકાવીને ગુંજતી રાખી છે.” ભર્યું ભાણું મળે તો રાંધવાની તરખડયા
કોણ કરે? કવિતા રચી શકે તેવું ઊર્મિશીલ હૃદય અને શબ્દસામર્થ્ય ધરાવતા હોવા છતાં મેરુભાએ એ દિશા ખેડવાને બદલે કાવ્યોને કંઠ આપીને સમાજમાં
હુ
છું કવો દુલા કાગ સ્મૃતિ-ગેશ શકે છે