________________
સંભારણાં
બાપે કહ્યું : “હાલ મારી સાથે. પીપાવાવના ગીગારામજી મહારાજ મારા મિત્ર છે, એમના ત્યાં એક સંત મુક્તજીવનદાસજી આવ્યા છે. તને એમને સોંપી આવું એટલે તું સીંદરાં તાણ જંપે !”
આગમનના એંધાણ એવાં જ હોય છે. બાપે દીકરાને લઈ જઈને મહારાજ મુક્તજીવનદાસજીને સે. પણ એ તે બકરું કાઢતાં ઊંટ પેઠું.
દુલે ભણવા લાગ્યો, વિચારસાગર, પંચદશી, ગીતા મોઢે કરી લીધાં. પછી કહ્યું :
“ભુજ જાઉં, ત્યાંની ઘેપાલમાં કવિ પાકે છે.”
મહારાજે બે હાથ લંબાવીને કહ્યું : “અહીં ભુજ છે, ભુજ જવું નથી !”
ને દુલાની દશ આંગળીઓમાં પોતાની દશ આંગળીઓ પરોવી આંખે આંખ મીલાવી ! ગોઠણે ગોઠણ મિલાવ્યા. પછી આંખ પર હાથ રાખી કહ્યું:
જા, સવૈયો લખી લાવ.” પહેલે અનુભવ ! પહેલી આજ્ઞા ! કાગળ લીધે, પેન્સીલ લીધી.
રમત શરૂ કરી ને લખાયું ! ભક્ત કવિ શ્રી દુલા કાગની કાવ્ય નિઝરીનું એ પહેલું પુષ્પ. | સર્વે-નાભિમાં બંધ-કસ્તુરી છે ને મૃગ કસ્તુરી બીજે રોધે છે. એ તત્વજ્ઞાનભર્યો સવૈયો દેખાયો.
સં. ૧૯૭૩માં સત્તર વરસની ઉંમરે ફૂટેલી આ
સરવાણી પછી અકથા વગર, કદી વેગથી, કદી મંથર ગતિએ વહેતી જ રહી છે. એણે અનેક એકતારાઓને સદા રણઝણતા રાખ્યા છે; અનેક સભાઓને કાવ્યગીતથી ગુજતી બનાવી છે ને અનેક રાત્રિઓને ભજનભાવથી પવિત્ર બનાવી છે. એ કવિતાએ પાષાણને પ્રફુલ્લાવ્યા છે !
ભજનની દુનિયામાં ડોકિયું કરીએ અને આ ભક્તકવિનાં ભજનો ન ગવાતાં હોય એવું કદી બન્યું નથી ! એ ભજનોની ચેટ, એ દુહાઓની વધતા વર્ષોથી અખંડ છે.
દુલા કાગના કવિત્વને કાશીની કોઈ મહાર છાપ મળી નથી, પણ માનવીના અંતરનાં ગંધાતા અમને
આવળનાં ફૂલની જેમ કામ કરનારી ને સુગંધરને - તારનારી એ કવિતા છે.
આપણા આ છુપાયેલા રતનને ઈ. સ. ૧૯૬૨ની ૨૬મી જાન્યુઆરીના સ્વાતંત્ર્યદિને આપણી લોકશાહી સરકારે મોડું છું અને થોડું થોડું પણ પિછાણ્યું છે ! કવિશ્રી દુલા કાગને કવિતામાં “પાશ્રીને ખિતાબ આપ્યો છે ! આપણે ટંકશાળી જીવ છીએ ! આપણે મન સરકારી ટંકશાળ જેને સિક્કો મારે એ મહાર સાચી, બીજી નહિ !
આપણે મેડા મેડા પણ ઘરઆંગણાના આ કવિતાસુવર્ણને પિછાણીશું કે હજી પણ કઈ પરદેશી એનાં મૂલ મૂલવે ત્યાં સુધી રાહ જોઈશું ?
છે. હે કવિ દુલા કાગ સ્મૃતિ-ગ્રંથ છે, જે