________________
લોકસાહિત્યની માળાનો મેર
• શ્રી રતિકમાર વ્યાસ
ના,
“દાઢીવાળા દેખિયા,
એક નર રવીન્દ્રનાથ, બીજે નર પટ્ટણી સમરથ,
દેવ ત્રીજે તું દુલિયા” પ્રસન્ન-ગંભીર મુખમુદ્રા, ચાંદીના પતરા જેવી સફેદ દાઢી, માથે દેદીપ્યમાન જટા, કંઠેથી વહેતા મંદ સપ્તકના વિશુદ્ધ ગંભીર સ્વર, મશાણનાં મડદાંને પણ બેઠાં કરી દે, કાયરને પણ વીર કરી દે તેવી વાણી. એ વાણીને ભારતભરમાં ગજાવનાર ભક્ત કવિ દુલા કાગને દેહ મંગળવારે સાંજે ૪ વાગે તેમના વતન મજાદર ખાતે ૭૩ વર્ષની વયે ચિરનિદ્રામાં પોઢી ગયે. લોકસાહિત્યને અજનો વેદવ્યાસ ચાલ્યો ગયો ને ગુજરાતનું લેક સંસ્કાર-સાહિત્ય જીવન એટલા પૂરતું રાંક બન્યું.
સરવાણી ફૂટી સં. ૧૯૭૩માં ૧૭ વર્ષની વયે પાંચ ગુજરાતી ભણેલા આ ગામઠી કિશોરના હૈયામાંથી ફૂટી અને એ ફૂટેલી સરવાણી પછી અટકળ્યા વગર, કદી વેગથી કદી મંથર ગતિએ વહેતી જ રહી છે. આવા આ કાશી જેવા કાગ માટે લખાયું કે : “ બા જેવું ખેરડું,
અને મજાદરને ભાગ. કાશી જે કાગ
ભલું તિરથ ભાયાઉથ.” કવિ દુલા કાગે ગુજરાતી સાહિત્યમાં એક પણ વિષય છેઠવ્યા વિના બાકી રાખ્યું નથી. દુહા, છંદ, સવૈયા, ભજન, રામાયણના પ્રસંગે, મહાભારતના પ્રસંગે, ગાંધીયુગનાં ગીતે, ભૂદાનનાં ગીત, રાસડા, ગરબા અને લેક વાર્તાઓ બધાને એ પારસમણિ
બની સ્પર્યા છે. રાષ્ટ્રશાયર સ્વ. મેઘાણીમાં જેમ કંઠ, કહેણી અને કવિતા હતાં એ જ કંઠ, કહેણી અને કવિતા દુલા કાગમાં હતાં, ત્રીજા કેઈમાં આ ત્રણે ચીજો આવી નથી અને આવશે નહિ.
પ્રજ્ઞાચક્ષુની વિમાસણ પ્રજ્ઞાચક્ષુ પંડિત સુખલાલજી દુલા કાગની કવિતા સાંભળીને આંખમાંથી હર્ષનાં આંસુ વહાવતા. તેઓ કહેતા હતા કે “મેં ઉપનિષદ અને વેદે વાંચ્યા છે. પણ આ ડોસાના મગજમાંથી આ ક૯૫ના ક્યાંથી આવે છે તે મને જોવા મળી નથી.”
ગુજરાતના લોકજીવનને અને સમાજને ઘડવા માટે આ લોકકવિએ આજીવન સેવા કરી છે. ભૂદાન પ્રવૃત્તિમાં પણ તેમણે તેમની મોટી સેવા આપી છે.
ગુજરાતના મૂક સેવક પૂ. રવિશંકર મહારાજ માટે કવિશ્રીને અનહદ ભાવ અને પ્રેમ.
એક વખતે વડોદરામાં ગુજરાત ક્ષત્રિય સંમેલન ભરાયું. તેના પ્રમુખ દુલા કાગ. પ્રમુખ બન્યા એટલે મોભા પ્રમાણે મંચ પરથી ગવાય નહિ છતાં તેમણે તે ગાયું જ. બીજા દિવસે તેમને ખબર પડી કે પૂ. રવિશંકર મહારાજ પંચમહાલ જિલ્લામાં પાવાગઢ પાસે તરીયાલી નામના ભીલ આદિવાસીઓનાં ગામમાં છે અને કવિ તે ઊપડડ્યા મહારાજશ્રીને મળવા. તરીયાલી ગામ ભીનાં દસ બાર ઝૂંપડાં એક ઝાડની નીચે મહારાજ તેમનું કામ કરે. કવિ ત્રણ ચાર સાથીઓ સાથે મહારાજ પાસે પહોંચ્યા, મહારાજનું કામ જોયું, ચર્ચા કરી, અને ભૂદાન પ્રવૃત્તિની માહિતી મેળવી.
અ
કવિઠ્ઠી કુલ્લા ઉગ સ્મૃતિ-ગૂંથારી મા કાર