________________
કવિશ્રી દુલા કાગ સ્મૃતિ-ગ્રંથ
કિશોર દુલે સ્નાન કરીને ઉભે છે. સામે સૂરજદાદ છે. એ વખતે સૂરજની બીજી આવૃત્તિ હોય તેમ એક પુરુષે ત્યાં આવ્યો.
માનવમાત્ર મૂર્તિપૂજક છે. એ માનવમૂર્તિ પૂજવા લાયક હતી. ભવ્ય લલાટ છે, ભગવી કંથા છે, પવન પર વિહરતી હોય એવી પાવડી પર ઊભા છે ! મસ્તક નમાવવાનું મન થાય તેવી સૂરત છે ! બેલે છે. ગળામાં જાણે ઝાલરી બને છે ! બાળક ! તારે કવિતા શીખવી છે ?”
આવો દીકરો ભગત નીકળે, ભડ ન નીકળે ! રે દુલા ! જરા છાંટો પાણી કરતો જા ! મરદુના આંખના ડોળા લાલ જોઈએ !
અને દુલે આમાં કંઈ ન શીખ્યો.
શીખવવા આવનારને સમજાવી દીધા એ દહાડે ! આજ તો અનેક દારૂડિયાને ડૂબતા તાર્યા છે એણે !
એ કિશોર દુલ !
ગાયું ચારવાનાં વ્રત લે. એક ટાણું જમવાનાં વ્રત લે. રોજ દેહરા ચોપાઈ યાદ કરવાની આખડી લે !
બાપ મારતે ઘોડે સો ગાઉની સીમ માથે બાજની ઝપટે આંટે દઈ આવે ને દીકરો સે દોહા એપાઈ એક દહાડામાં યાદ કરીને મલકાતે બેઠો હોય ! જાણે કઈ મિલકત મળી ગઈ!
આ બાપ દીકરાને ગજાનનની મૂર્તિની પૂજા કેમ કરવા દે ! એ તે કહે : “દીકરા ! કઈ દહાડે સાધુડીઓ થઈ જઈશ. મારું રજવાડું કેમ કરીને જાળવીશ ?”
આવો બાપ દીકરાને માળા ફેરવત જોઈ કહે, “રે આ સીંદરી ન ફેરવ ! કેડે તલવાર બાંધ ને હેડ મારી સાથે !'
બાપ ભાયા કાગ વાર્તા માંડે, નદીનાં જળ થંભાવે તેવી ! દુહા હજાર ગાય : એકને આંબે એવા ! - કિશોર દુલા કાગને ધેનુ ચરાવતાં, ચોપાઈ ગોખતાં એક વરસ ને નવ મહિના વીતી ગયા ! - ભક્તિના માળામાં કવિત્વનું પંખી ક્યારે આવીને ઇંડા સેવવા બેઠું હતું એની ખબર નથી : પણ એ મહિને પિષ હતા. વદ તેરસ હતી.
ઠંડો ઠંડો વાયુ વાતે હતો. સૂરજ મહારાજ સગડી કરતા હતા.
પાસેથી પીપાવાવને કેડે જ હતું, ને ઝલાપુરીના જળમાં પંખી સ્નાન કરતાં હતાં.
“કેણ છે તું ?” “ચારણ” “ચાલ મારી સાથે, એર વીંછીના મંતર શીખવું.”
“એમ ન ચલાય.” કિશોર બોલ્યો, “મારે બાપ જાણે તો કટકા કરી નાંખે.”
છોકરા ! ગાયોને તારા કરતાં સવા ગોવાળ મળે ને તારો બાપુ તને લઈને પંડે મને સંપી જાય તે ?”
બાપુ ! પછે તે વિવાહથી રૂડું શું ?” કિશોર ઘેર ગયો. અને આંગણામાં જ બાપને બેઠેલ જોયો. મલે ભાભો કરીને એક શેવાળ કામ માંગવા આવ્યો હતો.
બાપે દીકરાને કહ્યું : “કાં હવે ગાયું ચારવી છેડવી છે ને? રજવાડાને કારભાર છેડી દીકર છાણમાટીમાં મહાયો છે!”
દીકરાએ હા પાડી દીધી. બધાને અચરજ થયું !
ગાયો મા ભાભાને અને બીજલને સોંપાઈ દીકરે પૂજા-સેવામાં બેઠો.
પૂજા-સેવાના ઓરડામાં જ બાપની તલવાર રહે. ભાયે કાગ તલવાર લેવા આવ્યા ને દીકરાને ગણપતિની પૂજા કરતો ભાળ્યો.
કાકા એ કવિ દુલા કણ સ્મૃતિ-ગ્રંથ
.