________________
પહેલી સરવાણી
• શ્રી ભિખુ
સૌરાષ્ટ્રના કામીર મહુવાની મધુકેસર
ભરી ભૂમિ છે. સૂરજ અનોખાં તેજે તપે છે.
એક કિશોર વયને બાળ લાકડીને ટેકે ઝૂલત ઊભે છે ! એને ખભે ડલ લટકે છે, એમાં રામાયણ છે. એની બગલમાં એક ચોપડી છે. સુભદ્રાહરણની છે.
એ કિશોરને હૈયે બે વાતના કોડ છે. ધેનુ ચારવાના ! ધેનુના ધળા સેતર દૂધ જેવી કવિતા કરવાના !
સીમમાં ગાયો ચરે છે. ભેંસો ચરે છે, ઊંટ ચરે છે. બળદ ચરે છે. બાળા રાજાની આ દુનિયા છે. આ વસ્તી છે. વસ્તી ને રાજ વાત કરતા નથી. આંખના અણસારે એકબીજાનાં હૈયાં વાંચે છે !
કિશોર પાસે જ પોર્ટ વિકટરની ગુજરાતી નિશાળ છે. પાંચ ચોપડીનું ગુજરાતી ભણતર ભણીને કિશોર નિશાળનાં પગથિયાં ઊતરી ગયું છે. હવે ઘેણમાં સંચર્યો છે !
જૂના કાળમાં કૃષ્ણ કનૈયાને ગાય ચારવાનાં નીમ હતા. આ કિશોરને હૈયે પણ ગાય ચારવાનાં વ્રત છે!
જૂના કાળની પ્રથા હતી. ગાય માતામાં તેત્રીસ કેટિ દેવતાને વાસ લેખાતે. અપુત્રિય રાજા દિલીપ પુત્ર કાજે નગર છોડી આશ્રમમાં જઈને રહેશે અને ત્યાંની ગાયો ચારવા જતા.
રાજા ગાયો ચારવામાં પુણ્ય લેખતે હોય, પછી વસ્તીની શી વાત કરવી ?
એ ધેનું ચારવાનું ધર્મવ્રત લઈને કિશોર ધેનુ ચારતો હતો. એમાંય તપસ્વીના જેવા નિયમો હતા.
ઉઘાડા પગે ચાલવાનું. ઉધાડા માથે ફરવાનું. ગાય બેસે ત્યાં બેસવાનું ! ગાય ઊભી રહે ત્યાં ઊભા રહેવાનું !
બધી ગાયોને કૂવાને કાંઠે લઈ જઈ હાથે પાણી સીંચીને પાવાનું !
ગાય ચાલતી ચાલતી ગૌચરી કરે, એમ ઘેરથી બાંધી આપેલે રોટલે પણ વગર દાળ-શાકે ચાલતાં ચાલતાં બટુકાવી જવાને !
ગાયો ચરીને ઝાડને છાંયડે વાગોળતી બેઠી હોય, પવન વીણા વગાડતો હોય, પંખી ગીત ગાતાં હોય, આ વખતે કિશોર નવરે પડે છે.
નજીકના નવાણે જઈને નાહ્ય. દિલ પર કપડાં એ છે. એક પહેરીને પૂજા કરવા બેસે !
કઈ વરખડી છાંયે કરી રહી છે. તે બાળક પાસેની પોટલીમાંથી મૂર્તિ કાઢે છે. એ ગજાનન ગણપતિની મૂર્તિ છે.
મૂર્તિ કાઢીને સામે પધરાવે છે.
પૂજા કરે છે. માળા ફેરવે છે ! હે દેવા, મને ડહાપણ દે છે !
પછી રામાયણ વાંચે છે. સાદ તે સતારીના તાર જેવો છે. પણ દબાતે રાગે ગાય છે.
મનમાં બીક છે, રખેને મારા બાપુ જોઈન જાય !
રે છોકરા ! આમાં વળી બીક કેવી ? આ કંઈ અનીતિ-અધરમનું કામ થોડું છે ?
પણ ના, ના, એના બાપુની આ બધી ભગતાઈ તરફ રૂઠી નજર છે. એને બાપ ભારે પરાક્રમી પુરુષ
આમ કવિશ્રી દુલા કાડા કૃદિશ-ઈથી