________________
સ્વમાની ચારણદેવ
• શ્રી જમિયત પંડયા
પાંચ દસકા ઉપર છ છ વર્ષનાં વ્હાણાં વાઈ
ગયાં, જ્યારે ભાવનગરમાં મારા માસાશ્રી લક્ષ્મીનાથ વ્યાસને ત્યાં રહીને દક્ષિણામૂતિ માં ભણતા હતા. ત્યારે શ્રી ભગતબાપાનાં પહેલાં દર્શીન થયેલાં. શ્રી મેઘાણી ત્યારે તેમના જ મકાનમાં–ડૉ. શિવનાથ વ્યાસના ડહેલામાંના એક મકાનમાં રહેતા હતા અને શિક્ષણક્ષેત્રમાં અધ્યાપક તરીકે કામ કરતા હતા. તેમની સાથેની પહેલી એળખાણ પણ ભગતબાપાને શ્રી લક્ષ્મીનાથ વ્યાસે કરાવેલી. ત્યારને પ્રસંગે આજે પણ સ્મૃતિ પર અ’કાયેલ છે. ઉપરને મજલે શંકરાચાય શાલ્યાનદ સરસ્વતી રહેતા હતા તે રૂમમાં ભગતા) સાથે ધણી રાતો ગાળેલી પરંતુ ત્યારે તેા રાતના કુટુબમેળામાં ભગતબાપાની વાણી સાંભળવા મળે અને સાથે તેઓશ્રીની સેવાના લાભ મળતા હતા. ગીતા સાંભળવાં ગમે પણ માટી ઉંમરે ખેંચાણ વધ્યુ એટલું ખેંચાણ તે વખતે હતું નહીં.
પછી તે મેટી ઉંમરે સાહિત્ય અને પત્રકારત્વના ક્ષેત્રમાં પડયો. વતન ખંભાત અને ત્યારે દર વર્ષે ભગત॰ાપા માટે હુક્કાની ગડાક માટે તંબાકુ ધુવારણના મારા ખેતરની મંગાવી ભાવનગર મેકલતા.
અચાનક એક દિવસ મારા મસિઆઈ ભાઈ સ્વ. હરુભાઈ ને માદરથી પત્ર આવ્યા કે; “ભગતબાપા લખાવે છે કે અત્રે મહેમાનગત માણવા આવે.’’ એ મહિના પછી ભાવનગર જવાનો પ્રસંગ આવ્યા ત્યારે ખાસ મજાદર ગયા. એ દિવસ ભગતબાપાના સત્સ`ગમાં રહ્યો . જે અવર્ણનીય હતા. મારી કૃતિએ સંભળાવી આશીર્વાદ મેળવ્યા. ત્યારે કૃષ્ણપ્રેરિત કાગવાણી’નુ સર્જન થતું હતું. ચાર પંક્તિએ તે ગ્રંથ પૂર્ણ
થયાની હજી યાદ છે.
સવત શ્રેષ્ઠ ઉગનીસ સાલ નેવુ સુખદાઈ, શુકલ બીજ, બુધવાર માસ વૈશાખ સુહાઈ, સ્નેહપુરી કરી વાસ અતિ હિય મેં તુલસાયો; લક્ષ્મીનાથ કે ભવન સુન રહી કે ગુન ગાયા.
મતલબ કે એ પુસ્તક પૂર્ણ શ્રી લક્ષ્મીનાથને ત્યાં થયેલું. મજાદરમાં ભગતબાપાના ઘેઘૂર મેારના હોકાર ભર્યા કંઠે જે ગીતે સાંભળેલાં તે આજેય યાદ કરતાં આઠલાદ આપે છે. હૃદય ગદગદીત બનાવે છે. શ્રી લક્ષ્મીનાથ વ્યાસ પણ ઝિંદાદિલ મહામના માનવ હતા.
於
પ્રશસ્ય બાંધે, સામાને માપી લેતી છતાં મમતાભરી દષ્ટિ, નિરાડંબરી સ્વચ્છ રહેણીકરણી, સંસારી છતાં ઋષી સમાન અલગારી અને શ્રી મેધાણીના શબ્દોમાં ‘ફાટેલ પિયાલાના', શેહશરમ રાખ્યા સિવાય એક મગની એ ફાડ સમાન મેઢામાંઢ સાચું કહી દેનાર-મહારાજા સાહેબ કે પટણી સાહેબને પણ સાચી વાત કહેતાં ડરે નહીં તેવા–આ ચારણદેવની જિહવા પર સાક્ષાત્ સરસ્વતીને વાસ હતેા. જ અને ખડી ઉપરાંત સંસ્કૃત અને કચ્છી ભાષા પરા કાબૂ, કાવ્યકૃતિએમાં યાગ્ય સ્થળે યોગ્ય શબ્દ વાપરવાની સૂઝ, શ્રી રામના ગુણાનુવાદક અને લક્ષ્મણ જતિ જેવું વિવેકી જીવન જીવી જનાર, અજાયક ભગતબાપા ચારણપેઢીના છેલ્લા અવશેષ સમાન આપણી વચમાંથી વિદાય થયા, પરંતુ સંસ્મરણા તે જીવત રહ્યાં છે અને રહેશે.
*
**
મારી સિઆઈ બહેન સૌ. પ્રમેાખાનાં લગ્ન પ્રસંગે ભાવનગરમાં ફરી ભગતબાપાને એ દિવસ
કવિ દુલા કાગ સ્મૃતિ-પ્રથ