________________
કવિશ્રી દુલા કાગ સ્મૃતિગ્રંથ
ફરિયાદીએ કહ્યું : ધબી.” પોતે આશ્ચર્ય—ઉદ્દગાર કાઢ્યા, “હે ! હે !' ફરિયાદી બોલ્યો, “હા સાહેબ ! ધોબી છું.” પોતે બોલ્યા, “એમ ! સાંભળો, બેબી ભગત ! પરમેશ્વર બે વાર હસે છે. એક તો મારા જેવડો બુદ્ધો જીવવા માટે દવા ઘૂંટાવતે હોય ત્યારે; અને બીજું એક માના બે દીકરા સામસામા લડે ત્યારે. અરે ભલા માણસ ! આખા મલકને ધોયે અને પિતાનો જ સાચવી રાખ્યો ! (મેલ.)
ઘેબી' બિચારો શરમાઈ ગયો અને સીધે રસ્તે જ પડ્યો.
એ સ્વાભાવિક છે.) એવી રીતની ચોખવટ ઘણા વખત પહેલાં સેટલમેન્ટથી નક્કી થઈ ગયેલી હતી. આમ હોવા છતાં ડોશી જૂના જમાનાના માણસ હાઈ પોતે ભાગદાર છે તેવી રીતની ફરિયાદ પટ્ટણી સાહેબ પાસે જ્યારે ડુંગરથી પાછા વળ્યા ત્યારે) કરી અને તડતડતા તડકામાં મોટર આડે ઊભી રહી ખૂબ કકળાટ કર્યો. પટ્ટણી સાહેબને ડોશીના કકળાટથી બહુ લાગી આવ્યું અને વિકટર આવતાં ઉપરની ગજલની પાદપૂર્તિની લીટી બોલ્યા. એ લીટીને આશય એ હતું કે “નામદાર મહારાજા સાહેબે દયા કરી ચારણોને સાત પેઢીને વારસો આપ્યો છે, માટે ગામેતી ચારણોએ પણ પિતાના તાબાના માણો (બારખલાં વગેરે) પર દયા રાખવી જોઈએ.”
પણ સેટલમેન્ટથી નક્કી થઈ ગયેલ તે અત્યારે ફરે નહિ, એમ ઉપર જણાવ્યા મુજબ હકીકત હતી એટલે મેં પાદપૂતિની નીચે બીજી લીટી બનાવી અને બોલ્યો :– દયાના માગનારાઓ, દયા કરજો, દયા કરજે; દયા કરનાર એ દાતા ! દયા હદ જળવી કરજે.
પોતે એ સાંભળીને હસી પડ્યા અને બોલ્યા : ચારણોની તકરાર ચારણથી પાર પડે.”
વિલાયત જતી વેળા છેલ્લી વાર પિતે બંદરની લડાઈ માટે વિલાયત ચાલ્યા ત્યારે બનેલા પ્રસંગને હું નજરોનજર સાક્ષી છું. રાતના ૮-૯ સુમાર; રમાબા લગભગ મરણ પથારીએ; તાવ ભરાણો હતા. એમણે પતિને પોતાની પાસે બોલાવીને હાથ ઝાલીને કહ્યું : “તમે અત્યારે વિલાયત જવા માગો છો ?”
‘હા’ ટૂંકો જવાબ. ‘આપણે બેઉને સાથે જવાનું હતું તેને બદલે એકલા જાઓ છો ?
હા” એ જ સૂકો ટૂંક જવાબ. મને આ સ્થિતિમાં મૂકીને ?”
જુઓ, એક પલ્લામાં તમારા ને મારા સ્નેહસંબંધને મૂકું છું, બીજા પલ્લામાં જેનું અન્ન ખાઉં છું તેના પ્રત્યેની ફરજને મૂકું છું. બીજુ પલું નીચે નમે છે માટે જાઉં છું. એમાં જો ઈશ્વરને કઈ સંકેત હશે તે આવતે અવતાર મારાં કરજ ચૂકવીશ. અત્યારે તો જાઉં છું.”
આડે દા'ડે વાતવાતમાં, ઘણીવાર તે ધૂળ જેવી લાગતી વાતમાં પણ ગળગળા બનનાર પટ્ટણીજી તે
૧. લડનાર બેબી સગા ભાઈ હતા.
ધોબીની ફરિયાદ રાજુલાના દરબારી ઉતારામાં ખેડૂતોનો ડાયરો પૂરો થયો. પોતે થાકી ગયેલ હોવાથી) માંડ માંડ ઊભા થયા. લાકડીને ટેકે લઈને જયાં ચાલવા જતા હતા ત્યાં તે એક ફરિયાદ આવી. બે ભાઈઓ વચ્ચેની તકરાર માટે ફરિયાદ હતી; અને હતી પણ સાવ ખોટી. ફરિયાદ કરનારને દરબારમાં તમારો ચલાવવાનો શોખ હતો. બરોબર અર્ધો કલાક સુધી બધી હકીકત સાંભળીને પછી ધીરેથી આંખો ઉઘાડી જરાક હસીને ફરિયાદીને પૂછયું : “જાતે કેવા છો ?”
: કવિ દુલા કા રમણિ
૪