________________
જીવન
રાત્રિએ ઘેનભરી પત્નીને સદાને માટે છોડીને જ્યારે કટ કટ કટ પગથિયાં ઊતર્યા, ત્યારે તેના ગળામાં ખરેટી પણ નહોતી.
બીજો પ્રસંગ શ્રી અનંતરાયભાઈને રાજ-કામે વિલાયત મોકલવાને હતે. નક્કી થયેલ દિવસે અંતુભાઈને એક સે ને ચાર ડિગ્રી તાવ ચડે. ઘરનાં તમામ કુટુંબીજને કેચવાતાં હતાં. એમને બેલાવીને પટ્ટણીજીએ કહ્યું : “અનંતરાયને હું બાપ છું. પહેલે હું, ને તે પછી એ; ને હું કેને લઈને ? રોજને લઈને. નીકર ક્યાં હતા અંતુભાઈ ને ક્યાં હતાં તમે સૌ ? માટે એણે જવું જ જોશે. ને ઉતારે હશે તે ભગવાન એને તાવ કેડે જ ઉતારશે.”
પટ્ટણીજીની માંદગી છેલ્લાં બે વર્ષથી એમને મહિનામાં વીસ દિવસ તાવ આવતો. એક વખત રાજકોટ દીવાનની મીટીંગ હતી. એમને તાવ આવ્યો હતો. બોલતાં બોલતાં પડી ગયા, બેશુદ્ધ થઈ ગયા. એવા એમના બે–ચાર પ્રસંગે જોઈ મને વિચાર આવ્યું કે, ભાવનગર હજુ આ ડોસા પાસે કેટલું માગણું માગે છે !
પટ્ટણીજીના અંતિમ દિવસે ગઢડાના ડાક બંગલામાં રાતે જમતાં જમતાં વળી છાતી પર હાથ ફેરવવા લાગ્યા અને મતની સાથે ખાનગી વાતો કરવા લાગ્યા. મેં હાથ જોડી વિનંતી કરી કે “હવે આપ થોડાક દિવસ આરામ લે. એમ ઘણા માણસ વતી મારી વિનંતી છે.”
થોડુંક હસ્યા, કહ્યું, લ્યો આ પાદપૂતિ : - “મરી જાવું ગમે હરતાં ફરતાં
મેં કહ્યું, હમણાં હમણાં આપને હરવખત આવું બોલવાની ટેવ કેમ પડી ગઈ છે ? એ લીટી પર હું કાંઈ લખતે નથી.' '
પલંગ પર બેઠા બેઠા બે હાથના ટેકા રાખીને બોલ્યા, “ભગત ! આપણે કેઈનાં ઘર અપવિત્ર નહિ * કરીએ. રસ્તામાં મરી ગયાના સમાચાર તમે સાંભળશે !”
મેં પૂછ્યું, “આપના દિહી પધારવાના ખબર સાંભળ્યા છે. જ્યારે પધારશે?”
“હા, સાચી વાત છે. પણ હમણાં તે ભાવનગર જ રહીશ, કારણ કે અનંતરાયભાઈની મા મેણાં મારે છે એ મેણાં સાંભળી સાંભળી એક વરસ તે કાઢયું. એમના અંતકાળ વખતે હું વિલાયત ચાલ્યા ગયા હતા, મારા હાથ એમને અડક્યા નહિ. હવે તે એમની વરસી આવી છે. એમાં પણ હું હાજર ન રહું એ કેમ બને ? માટે હવે ગામડાઓને પ્રવાસ પણ અધૂરો રાખી બધા દિવસો એમની ક્રિયામાં રહેવું છે.”
ડાકલું લાગે ત્યારે ભુવાને આવેશ આવે અને જેમ પિતાની શક્તિ કરતાં હજારગણો નાચવાધૂણવા માંડે, એમ એ ડોસાને ગરીબોનાં દુઃખનું ડાકલું સાંભળી હાક આવતી. ખેડૂતને ડાયરો જામે હોય, એમાં હાકલે મારી મારી વાત કરે. મને તો આશ્ચર્ય થતું કે આ બધી વાત કરતી વખતે શક્તિ કયાંથી આવે છે ? પણ જ્યાં ખેડૂતોને ડાયર વિખેરાય કે તુરત એમને કાળની સાથે મોઢામોઢ વાત કરતા જોયા છે. અને એ વાત પણ રોતારોતાં નહિ; પણ હસતાં હસતાં. દિવસમાં ત્રણ વાર મરતાં અને ત્રણ વાર જીવતાં થતાં એ વૃદ્ધને મેં જોયા છે.
જીવનના બધા વિચારોને રજા આપી સાત દિવસ એકચિત્તે ભાગવત સાંભળ્યું. શ્રેતામંડળ વચ્ચે ખાટ પર સૂતાં સૂતાં આખો વીંચી સાંભળતાં. મને પરીક્ષિત-મોક્ષની સ્મૃતિ આવતી. ખોરાકમાં ફક્ત દૂધ જ લેતા. છેલ્લા મેક્ષ અધ્યાયમાં પૂછયું કે “ભટ્ટજી ! મારે મેક્ષ થશે કે કેમ ?” સાચેસાચ એમને પોતાની બાજી સંકેલાવાની ખબર પડી ગઈ હતી ! હરિપુરા
is
વિકી કgિણી દુલા કાણા રમૃતિ-
આ
બો