________________
પર
કવિશ્રી દુલા કાગ સ્મૃતિ-ગ્રંથ
આભાર. આ દુહા જે તમારા જ લખેલા હોય તે ભલા થઈને થોડાક વધુ લખી મોકલેને !”
અને મેઘાણીભાઈની પ્રેરણાથી કવિ કાગે મર્મભર્યા પાંચસો જેટલા દુહા ગુજરાતી સાહિત્યને ભેટ આપ્યા. કાગવાણી'માં એક જગ્યાએ એમણે નોંધ્યું છે કે “કાગવાણીના દુહા સાંભળીને મેઘાણીભાઈ નાચ્યા, કૂદયા અને ફાટફાટ છાતીએ રોયા. કેટલાક દુહા માથે તો એમણે કળશિયો કળશિયો આંસુડાં ઠાલવ્યાં.”
કંઠ, કહેણી અને કવિતાની બક્ષીસ
ટપકવા લાગ્યાં. એમણે રચેલા દુહા લોકસાહિત્યના કિંમતી કણે બની રહ્યાં. મેઘાણીભાઈએ કળ આંસુડાં ઠાલવ્યાં
કાગબાપુના હૃદયમાં લેકસાહિત્યનો રત્નાકર શત દિ' ઘૂધવાટા નાખતો હતો. એમના કંઠેથી અખલિત વહેતા વાણીપ્રવાહને તે તાગ જ ન આવતો. સ્વ. મેધાણીભાઈને લોકસાહિત્ય પૂરું પાડવામાં અને અન્ય ચારણ કવિઓ પાસેથી ઉદારતાપૂર્વક સંપડાવવામાં એમને ફાળો ઘણો મોટો હતો. લેકસાહિત્યના તીર્થસમા કવિ કાગના અંતરમાં ઘૂઘવતા સાગરમાંથી મેઘાણીભાઈને જે સાચાં મોતીડાં સાંપડયાં એનો ઋણસ્વીકાર એમણે અનેક પુસ્તકોમાં કર્યો છે.
કવિ “કાગ’ અને મેઘાણીભાઈનું એ અરસામાં મિલન થયું ત્યારે સૌરાષ્ટ્રની રસધાર’ આકાર પામી રહી હતી. એટલે સ્વ. શ્રી મેઘાણીભાઈએ “કાગબાપુને કહ્યું કે, પોરસાવાળાની વાર્તા ખૂબ જામી છે. એના થોડાક દુહા મળી જાય તે રંગ રહી જાય. વાર્તાને માથે છોગું મુકાઈ જાય. તમે એ મેળવી આપે તો ભારે રૂડું કામ થઈ જાય.'
ભગતબાપુ” તે અનેક પ્રવૃત્તિઓથી વીંટળાયેલા જંજાળી જીવ. વીસરી ગયા. પછી મેઘાણીભાઈનાં બેચાર પત્તાં આવ્યાં એટલે દુહા ગોતવાની માથાકૂટને મોભારે મૂકી ને પોતે સાત દુહા રચ્યા અને પરબીડિયામાં પેક કરીને મેઘાણીભાઈને રવાના કરી દીધા : “ઊડી મન અંબર ચડે, ચકવા જેમ સદાય; (ત્યાં) કફરી રાત કળાય, (હજુ) પિ' ન ફાટે
રિહા'. (૩) દુહા વાંચતાં જ મેઘાણીભાઈના હૈયાને સ્પર્શી ગયા. એ તે મરમી હતા. માણીગર હતા. તરત લખી દીધું : “દુલાભાઈ! તમે મોકલાવેલ દુહા મળ્યા.
આજથી અઢી-ત્રણ દાયકા મોર્યની આ વાત છે. તે દિ' કાઠિયાવાડથી માંડીને છેક દિલ્હીના દરબાર સુધી “કાગબાપુ’ના નામને ડંકા વાગત : “અહુરંગી ને ઊજળી અને () ટૂંકી પાઘ; દિલહી સુધી કાગ, ભરડો લેતી ભાયાઉત.... (૪)
કવિ “કાગ', તેના જોડીદાર મેરુભા ગઢવી અને એમના શિષ્ય રતિકુમાર વ્યાસ. એ ત્રણની ત્રિપુટીને સાંભળવી એ જીવનને અનુપમ લહાવો ગણાતો. ચારણી સાહિત્ય અને લેકસાહિત્યની વિશુદ્ધ પરં: પરાઓને અખંડ રીતે વહેતી રાખનાર “કાગબાપુને કિરતારે કંઠ, કહેણી અને કવિતાની આગવી બક્ષિસ આપી હતી. કંઠ, કહેણી અને કવિતા, ત્રણ દીધાં કિરતાર, તારે ઉર ટહુકાર, કેયવ લજાણી કાગડા' (૫)
મંદિરના ઘંટ જેવા રણકતા બુલંદ અવાજમાં અજબ પ્રકારની મીઠાશ અને માધુર્ય ભર્યા હતાં. એમના નરવા કંઠેથી અખલિત વહેતા દુહા, છંદ, ગીત, ભજનો અને લેકવાર્તાઓ શ્રેતાઓને મંત્રમુગ્ધ કરી મૂકતાં. હકડેઠઠ ડાયરાની માલીપા વાત માંડે તે બંધાણિયાઓના હોકા ય બે ઘડી ઠરી જાતા. વાર્તા પૂરી કરે ત્યારે જાણે કે વાતાવરણ આખું થંભી જતું.
છે.
કઘિશ્રી દુલા કાગ ઍદિા-થ
છે
O
: