________________
૩૪.
કવિશ્રી દુલા કાગ સ્મૃતિ – ગ્રંથ
કવિ અને પટ્ટણીજી કવિરાજ ! ઓરા આવો, પાસે બેસી વાતો કરીએ' એમ કહી, પટ્ટણીજીએ એક ચારણને પિતાની પાસેની ખુરશી બતાવી. ચારણ કવિ એમના પગ પાસે આવીને હેઠા બેસી ગયા. તેને બેઉ હાથ પકડી પટ્ટણીજીએ કહ્યું. “ખુરશી પર બેસ' - ચારણ કહે, “ના છે, તમારા પગ પાસે બેઠો છું, તે ઠીક છે.”
ના, ના, ના, એ બને જ નહિ. કવિરાજ. હું કોઈને હેઠો બેસાર નથી. અને જે દી મારા મનમાં બીજાને હેઠા બેસારવાની દાનત જાગશે તે દી પ્રભુ મને પિતાને જ હેઠો બેસારશે. દુનિયામાં જેઓ બીજાને હેઠા બેસારે છે, તેને હરિ હેઠા બેસારે છે.”
હું તે ટાઢો હિમ થઈ ગયે.
મારી બધી ગોઠવણી તેમણે પિતાની પ્રેમભરી ચાતુરીથી વાંચી લીધી. પણ મારા મનમાં એક બીક હતી કે “આજ સુધી મારું નીમ પળાવ્યા પછી ઘેર આવી વેર વાળશે કે શું ?”
એટલે મેં કહ્યું : “મારે ત્યાં આપ જમવા પધારો, એ મારાં અહોભાગ્ય; પરંતુ આપનો સ્વભાવ પાછો ઝળકાવતા નહિ. નહિ તે મારે ત્યાં જમવું એ વિલાયતની વીશીમાં જમવા જેવું થાશે.'
પતે પૂછયું કે, તમારા માતુશ્રી હયાત છે ના?” મેં કહ્યું, “હા”
“તે એ ચારણ જોગમાયાના હાથના ઘડેલા બાજરાના રોટલા અને દૂધ જ આપણે જમવાં છે.”
ચાંદલો કરવા જતાં થાળીમાં કાંઈક મુકાય, એ રિવાજને પોતે લાભ લેશે તે ! એ બીકે અમે કંકાવટીની થાળી જ સંતાડી દીધી.
ઢોલિયા પર પોતે બેઠા, ત્યાં થાળી પગે ભટકાણી. એમણે પૂછ્યું; “શું છે ?” મેં પટની વાત કહી ત્યારે ઊલટાની એમણે મને હિંમત દીધી : “ના, ના. હું કંઈ જ નહિ મૂ કુ” પછી ચાંદલે થયો.
વસૂલાતી થયા પછી પટ્ટણીજી ખેડૂતોની સ્થિતિની તપાસ અથે ફરવા નીકળેલા. તેમનો મુકામ વિકટર થયો. હું વિકટરના બંગલે તેમનાં દર્શને ગયો અને તેમને વસૂલાતી થવા બદલ મુબારકબાદી આપી. પિતે બોલ્યા કે, “મુબારકબાદી તે હું થાણદાર થાઉં ત્યારે અપાય !”
એક પ્રસંગ એક દિવસ મેં કહ્યું, “મારે એક અરજ કરવી છે.' પોતે બોલ્યા : “જરૂર કરો.”
“ઘણાં વર્ષોથી મારા મનમાં રમતી એક વાતને નિવેડે હજુ સુધી આવ્યો નથી. આ૫ દીવાન હતા ત્યારે હું નાનો હતે. આપ કાઉન્સીલના પ્રમુખ હતા, ત્યારે પણ અરજ થઈ શકી નથી. હવે આપ..'
વચ્ચેથી જ પિતે મારી અરજી સમજી ગયા હોય તેમ બોલ્યા : “સાંભળો, તમારી વાત વચ્ચે મારે બલવું એ ઠીક નહિ, પણ પછી કદાચ ભૂલીયે જાઉં, * આજ રાત્રે મારે તમારે ત્યાં જમવું છે.”
એક વાર જમતાં જમતાં તે બોલ્યા: “કંઈક ગાંધીજીનું ગાઓ જોઈએ, આપણે આ વખતે સાથે હરિપુરા જવું છે અને બધાં ગીતે મહાત્માજીને સંભળાવવાં છે.”
મેં ઘણાં ગીત સંભળાવ્યાં, પોતે પ્રસન્ન થઈને બેલ્યા, “હરિપુરાનું ભાતું તે ઘણું રાખ્યું છે ને શું !”
વિકટરના બંગલામાં પ્રસંગોપાત વાત નીકળતાં એમને વિનંતિ કરી કે, “આપની વાતે નાની, પણ હોય છે મંત્ર જેવી. કોઈ એકાદ ટુચકા સંભળાવશે ?”
સી
દુલા કાગ સ્મૃતિ-ગ્રંથ કાપડ