________________
જીવન
અંતરેછો તે પાંચસો દુહાનું એક પુસ્તક બહાર પાડવાની હતી. પરંતુ એ તો ગયા અને એમની ઈચ્છા મારા હૃદયમાં જાગતી અને ગુંજતી રહી.
દિન ગણ તે માસ ગયા વર્ષે આંતરીઆ સૂરત ભૂલી સાયબા; નામે વિસરીઆ.”
મેઘાણીની ચિતા પર દિવસના ઊના અને ઠંડા પડદા પડી ગયા. મહિનાઓ ગયા. કાળ મહારાજનો વેગ વધ્યો. નવા પ્રભાતનાં વાજિંત્રો વાગવા લાગ્યાં. એમાં કોમળ અને કઠોર બન્ને પ્રકારના વનિ હતા. સુંદરતા અને ભયંકરતા મૂર્તિમંત થતી હતી. આશાનિરાશાને ઝણકાર સંભળાતે હતે. શ્રદ્ધા - અશ્રદ્ધાની ઘંટડી વાગતી હતી. હર્ષ અને શેકની ઝાલર રણઝણતી હતી.
કાળ મહારાજ આ બધા સૂરીલા અને બસૂરા તાલને મેળવીને કાળ મહારાજ આંસુ પાડતે હસતે હતો. વિરોધી સૂરોને મેળ અને વિરોધી મેળની નોબતને કુવારે અવાજે દેશને આવરી લીધે હતો. એ અવાજે સમસ્ત જગતને બાથમાં ભીડયું હતું. એ અનૂઠા અવાજે માનવીનાં માથાંઓમાં ભ્રમ ઉત્પન્ન કર્યો. માનવી માનવી ટળ્યો. વર્ષો ધર્મ ચૂક્યા. ભૂતને વળગાડ વળગે. ખોટી ભૂખ જાગી. એ ભૂખને ટાળવા સૌ કોઈ એ–બધા જ ધંધાદારીઓએ–પિતાના જ માંસનું ભક્ષણ કર્યું! એથી એમની ભૂખ ન ટળી, પણ વધતી જ ગઈ, કારણ કે વળગેલું ભૂત બધું ખાઈ જતું હતું.
આવો કાળ જ્યાં દેશ પર વ્યાખ્યો હોય, સૌ કઈ ભાન ભૂલ્યાં થઈ જતાં હોય, તેની અસર કવિસાહિત્યકારને પણ લાગે છે, કારણ કે કવિઓને તે કાળબળની અસર સૌથી પહેલાં અને વધારે થાય. એમનાં માથાં અને હૃદય નવીનતાને સૌથી પહેલાં આવકારે છે, પછી એ સ્પૃશ્ય હોય કે અસ્પૃશ્ય.
મારી દશા પણ એવી જ હતી. છતાં હૃદયમાં કઈક કહેતું હતું કે “પાંચ દુહા લખ.”
ગીતની રચના આજે લખેલું કાલે જવું પડે. આજે નજરે જોયેલે પુરુષ વહેલી પ્રભાતે સ્ત્રી બની જાય. આજે દીસ છત્રધારી કાલે રંક બને. આજે કેદખાને પડેલા કેદીઓ બીજે દિવસે સત્તાધીશ બને. આજના ડાહ્યા સવારે ગાંડા બને. આજને કવિ કાલે મૂર્ખતા પ્રાપ્ત કરે. આજને પરાધીન કાલે સ્વતંત્રતાના શિખર ચડીને ગગનને સ્પશે. આવા ક્ષણે ક્ષણે થતા ફેરફારોમાં કાવ્ય શું ? ગીતે શું ? અને વાર્તા શું ? એ બધાં તો સ્થિરતાનાં છોરુ છે અને કાળથી અબાધિત છે.
આ સંગેના મંથનમાં પણ “દુહા લખ અને અબાધિત લખ” એવા અંતરમાં બેઠેલ મિત્ર મેઘાણીના અવાજે મને દુહા લખવા માટે હાથમાં કલમ લેવરાવી. દુહા તે લખાયા, પણ એ વાંચનાર કક્યાં ? સાથે સાથે પૂ. મહાત્માજીના પ્રસંગનાં ગીતે પણ મારી સમજણ પ્રમાણે લખાયા.
ભૂદાન પ્રવૃત્તિએ મને ચમક ચડાવી; અને એ તરંગમાં વિનેબાજી અને ભૂદાનનાં ગીતોનો ફાલ મારી ચિત્તભૂમિમાંથી ઊતર્યો. પણ પૂ. રવિશંકર મહારાજ તે મારી આરાધનાની મૂર્તિ બની ગયા. કવિ એવો છે કે એની હૃદયપાટી પર પડ્યા અક્ષરો એ કદી છુપાવી શકતા નથી. એ પ્રગટ થાય છે ને આમ જનતા એની માલિક બને છે. - સ્વ. શ્રી પટ્ટણીજીને દુલાભાઈ પિતાના કાવ્યના પિષક, સંરક્ષક અને પ્રેરણા માનતા. પટ્ટણીજીની ચિરવિદાય પછી પોતાની અને એમની વચ્ચેના સંબંધોનું આલેખન કરતાં લખે છે કે; “સ્વ. પટ્ટણીજનો ને મારો પહેલે મેળાપ એક વસમી વેળાએ અને વસમી રીતે થયેલ. ભાવનગર તાબાના ચારણો પૈકી કોઈ નિર્વશ ગુજરી જાય,
(((((((કUિશ્રી દુલા કાકા ક્મદિા-ઝાંથ)))