________________
કવિશ્રી દુલા કાગ સ્મૃતિ-ગ્રંથ
મું,
"
#
૧
- સૌ આ
જૂ
હા (ઠા)
- શ્રી ઢેબરભાઈ સાથે મુલાકાત
હા પાડી અને બંનેએ જવું એ નિર્ણય થયો. પરંતુ મેઘાણીભાઈને કાંઈક જરૂરનું કામ આવી ગયું, એટલે એમણે એક ઓળખપત્ર જેવો ભલામણપત્ર શ્રી ઢેબરભાઈ ઉપર લખી આપે. - હું રાજકોટ ગયે અને દરબાર વીરાવાળાને ત્યાં ઉતારે કરી સીધે જઈને શ્રી ઢેબરભાઈને મળે. આજે છે તેવા સાદા અને સોયલા ઢેબરભાઈ ત્યારે પણ હતા. બંને હાથ જોડેલા અને આંખોમાંથી મીઠ૫ વરસે. એ મિલન આજે પણ યાદ છે.
મેઘાણીભાઈનો પત્ર આપ્યો. તે વાંચ્યા પછી મીઠાશથી પરંતુ દઢતા સાથે કહ્યું, “વાળાઓના હાથની કપા–ભેટ પારસમણિની હોય, તે પણ તે રાજકોટની પ્રજા નહિ સ્વીકારે. દરબાર વીરાવાળા ઠાકરશ્રીનું હિત ઈચ્છતા હોય, તે રાજકોટ છોડી દે અને બગસરા જાય, એટલે પછી સમાધાન જ છે.” મારી અને ઢેબરભાઈની પહેલી ઓળખાણ આવી રીતે થયેલી. પછી દિવસો, મહિનાઓ અને વર્ષો વીતી ગયાં. પણ ફરીને મળેલા નહિ.
માનું છું કે મારી કવિતાના સૂર ક્યારેક એમના કાને પહોંચતા હશે. સમયનું ચકર્યું. સ્વરાજ આવ્યું. સૌરાષ્ટ્રમાં કોંગ્રેસના મવડી તરીકે શ્રી ઢેબરભાઈએ રાજતંત્રની લગામ હાથમાં લીધી અને ગરાસદારી અને બારખલી નાબૂદીના કાયદાના પગરણ મંડાણ.
સને ૧૯૫૧ની વાત છે. મને ખબર પહોંચાડવામાં આવ્યા કે, “ગરાસદાર, બારખલીદાર; સરકાર અને ખેડૂતો એ બધાના પ્રતિનિધિત્વવાળી પ્રવર સમિતિની બેઠકમાં મારે રાજકોટ ખાતે હાજરી આપવાની છે.
સન ૧૯૫૧ થી ૧૯૫૫ સુધીનાં પાંચ વર્ષ દરમિયાન શ્રી ઢેબરભાઈ સાથે લાગલગાટ કાયમ પરિચય રહ્યો, કારણ કે ચારણો, બ્રાહ્મણો વગેરે
બારખલીદારોની ઘરખેડના કામે મારે અઠવાડિયે, પખવાડિયે રાજકોટ જવાનું થતું. દિવસે ઓફિસનું કામ ચાલતું અને રાત્રે ઢેબરભાઈને ઘેર ભજન-કાર્ય ચાલતું. નાનો એવો ડાયરો જામે, ભજનની ધારા શરૂ થાય. ગાનાર અને સાંભળનાર બધાં રસથી ભીંજાતાં. સૌ આનંદમય બની જતાં.
શ્રી મેઘાણી સાથેનું જૂનું સ્મરણ
એક જૂનું સ્મરણ તાજુ થાય છે. દુહા (સેરઠા) મને વિશેષ પ્રિય છે, અને સૌરાષ્ટ્રને તો એ ખૂબ ખૂબ પ્રિય છે.
‘કાગવાણી ભાગ બીજો રાણપુરમાં છપાતો હતો ત્યારે હું બોટાદમાં શ્રી મેઘાણીભાઈને ત્યાં રહે. ચેપડીનું મને ન ફાવે તેવું ગડમથલિયું કામ એમને માથે હતું. એક દિવસ મને એમણે કહ્યું : “કાગને પિતાને સંબોધીને ડાક દુહા લખો.”
અંતર્યામીને સંબોધીને મેં દુહા લખવા શરૂ કર્યા. એક રાત્રે અડધો દુહો એ બોલ્યા : કાગ ! કરશે કાણુ એની મેડ મેડાં માનવી
આગળની લીટી મેં લખી ; મન મેલાં માનવીઓ તણાં, મડદાં ધખે મસાણ, (૫ણ એની)કાગા! કરશે કાણુ, મેડાં મેડાં માનવી.
ભાવાર્થ એવો છે કે, મનની મેલા એવા કપટી માણસને ખરખરે માણસ કામકાજ પરવારી મેડા મોડા જાય છે.
બીજી એક લીટી બોલ્યા કે કાગ ! એની કાણુ, ઘર ઘર મંડાશે.
આગળની લીટી મેં લખી કે; મીઠપવાળાં માનવી, જગ છેડી જાશે; કાગ ! એની કાણુ. ઘર ઘર મંડાશે.
હે કાગ ! મીઠાશવાળા માણસ જ્યારે મરણ પામશે, ત્યારે એની પાછળ તે ઘરોઘર કાણ મંડાશે.
એ વખતે થોડાક દુહા લખાયેલા, પણ એમની
છે
કuિઝી દુલા કાઠા ઋતિ-Jથ