________________
જીવન
પાર ન રહેતા. સહેજે દારવાઈ જનારી એમની વૃત્તિ નહેાતી. તર્કો ને દલીલાને તેડ એ તર્ક ને દલીલો વડે જ લાવતા. ઘણીવાર તેા એટલા બધા સનાતની લાગતા કે ખીજ ચડે.
બાળપણના સંસ્કાર
નાનપણથી જ અધ્યાત્મના વાયરા વાયેલા : ઉધાડે પગે રાજ સાઠ સાઠ ધેનુઓને ચારવાનું તેમ જ કૂવામાંથી સ્વહસ્તે પાણી ખેંચીને લાવવાનુ વ્રત–નીમ રાખેલું; સ્વામીએ તે સાધુઓના સમાગમ કરેલા : પીપાવાવ અને તુલસીશ્યામ જેવાં તીર્થા જોડે દિલ જડાયેલુ’; સંસ્કૃત શાસ્ત્રો અને પુરાણાના પરિચય કરેલા તથા ગ્રામ દુનિયાની રુઢિગ્રસ્ત જિ ંદગીમાં જ પુરાવું પડેલુ : એવા આ માણસને સનાતની સંસ્કારના થથરા ચઢયા હોય, એમાં શી નવાઈ હાય ! તે વેળા આ પ્રશ્ન પર પરાને ભીતરી ભેદ નહાતા પમાયા, પણ તે પછીનાં એ જ વર્ષામાં દેખાયું કે નવ–વિચારાની એ સામગ્રીએ દુલાભાઇના સંસ્કારામાં એક અજબ રસાયન નિપજાવ્યું છે. ભમરીના દરમાં સૂતેલ કીડા જેમ એક દિવસ ચિંતાના અંગ મરેાડી, પાંખા ફફડાવી, ભાણ ભેદીને બહાર નીકળી પડે છે, તેમ જ દુલાભાઈનું થયું છે.
એચિતાનું જાણ્યું કે દુલાભાઈના ઝડઝમકી છંદાની જોડાજોડ સાદા સરલ લાકઢાળેા પણ જન્મ્યા છે અને એ ઢાળામાં એમણે નવભાવનાની કવિતા ઠાલવી છે; એટલું જ નહિ, ખરા વિસ્મયની વાત તા એ હતી કે એમની કવિતામાં ઢેઢલંગીનેા-સ્પર્ષ્યાસ્પના દર્દભર્યો પ્રશ્ન ભેદક વાણી ધારણ કરીને દાખલ થયા છે.
આ બધી નવી કવિતા, ભાઈ ! અમારાં ગામડાંનાં લાકને ગમે છે. ડાચાં ફાડી ફાડીને એકીટસે સાંભળે છે. વચ્ચે વચ્ચે હું દાખલા દેતા જાઉં છું. આને લીધે દેઢ-ભંગીઆ સામેની લાગણી બહુ કમી
થઈ ગઈ છે.' આ શબ્દોમાં દુલાભાઈ એ પેાતાની કવિતાનું નવતર ધર્મ કા` સમજાવ્યું.
એ ગીતેા નથી પણ ગીતેામાં ગૂંથેલી નવી આખ્યાયિકા છે. ભારતવર્ષના રાષ્ટ્રભાવાને, માતૃભૂમિની મને વેદનાને, દુલાભાઈ એ નાનાં કાવ્યાખ્યામાં ઉતારેલ છે. રાષ્ટ્રજાગૃતિને જે ગંગાપ્રવાહ દેશમાં વહે છે, એની અંદરથી નાનીમોટી નહેરા વાળીને લોકનાયકો પોતપોતાના જનસમૂહોમાં લઈ જાય છે. દુલાભાઈ એ રાષ્ટ્રગ’ગાના એ પુનિત નીરને કાશ્યનહેરે પોતાના વતનમાં વાળી લીધાં છે. લાકજીવનનાં તરસ્યાં-તપ્યાં ખેતરોમાં એ નાની શી નહેર ઝટઝટ નવા પાક નિપજાવી નાખે તેવા સ‘ભવ ભલે ન હેાય, પરંતુ એક ચારણહૃદયની કવિતા રાજદરબારી પ્રશ ંસાની ખાડમાં જવાને બદલે રાષ્ટ્રભાવનાના કયારામાં રેલાય, એ હરકાઈ કાવ્યપ્રેમીને ગવના વિષય છે. લાલા
દુલાભાઈના માર્ગમાં લાલચા કઈ ઓછી નહોતી. ધ્રાંગધ્રાના રાજાસાહેબની પાસે લઈ જવાનુ તેડુ તા મારી સમક્ષ જ આવેલુ. દુલાભાઈ એ જવાબ દીધેલા કે ‘મારું એ કામ નહિ.' અ` ખેડુશાહી અને અ સાધુડિયા એમને લેબાસ બદલાવવા તે ચારણના ઢગ ધારણ કરવા એમને અનેક દિશાઓમાંથી દબાણ થયેલુ, પણ દુલાને બીજો રંગ ચડયો નહિ ‘અમે જાચનારા, એમાં એક દુલા જ અજાનચી રહે ! અમે રાજયશ ગાનાર, એમાં એક દુલા જ પ્રભુયશને ગાનારા રહે ! અમે રાજદરબારની અબ વાસ્તે પૂરા પેાશાક ધારણ કરીએ, તે દુલા કઈ વાડીનેા મૂળે કે પાણકારાનાં પેરણ–ધાતીઆ પહેરીને રાજાઓને મળે !' —આવી આવી સાંકડી મનેાવૃત્તિએ પણ દુલાને સ્થાનભ્રષ્ટ કરવા ઇચ્છયુ` હશે.
તેની સામે નહિ ગ^થી, નહિ અન્ય સર્વાં માં તરી આવવાની વૃત્તિથી કે નહિ કશી તોડાઈથી,
કવિશ્રી દુલા કાગ સ્મૃતિ-ગ્રંથ