________________
૨૨
કવિશ્રી દુલા કાગ સ્મૃતિ-ગ્રંથ
આહીર એક મહાન વંશ છે, ઉદાર વર્ગ છે, અટંકી ખમીર છે. છળકપટ, ચોરી અને દારૂ, માંસથી આહીર બહેન દીકરીના ખાટલા જેટલે દૂર રહે છે, ડરે છે. કારણ કે જેને આંગણે કને લાલ વસેલે એ આહીર ચેર કે દારૂડિયા બને તે મા જશેરાનાં દૂધ લાજે, અને એની કૂખ કાળી બને. ભારતમાં આહીરોની મોટી સંખ્યા છે.
લેકપુરાણ એમ બોલે છે કે આહીર અને ચારણને કુટુંબી નાત છે. આહીરની ઉત્પત્તિ વહીવંચાના ચેપડા અહિનામથી બતાવે છે. પહેલી આઈ આવડને પણ નાગપુત્રી કહી છે.
ગીર ભૂમિ
પણ સ્થાન અને માન પામ્યા; રાજા અને પ્રજા બંનેના માનીતા થયા.
કાળ ભગવાને પડખું બદલ્યું, ત્યારે પણ ચારણોની આ કાવ્યસરિતા જનસમાજનું રંજન કરતી રહી, પણ એનું પાલનપોષણ તે મુખ્યત્વે રાજાઓ-રાજદરબારેએ જ કર્યું.
મારી કવિતાનું પણ એમ જ બન્યું છે. અત્યાર સુધી ‘કાગવાણી'એ લોકોના મનરંજન કર્યા છે; એમની ભાવનાઓને, એમની આકાંક્ષાઓને મૂર્તિમંત બનાવવાનું યત્કિંચિત કાર્ય કર્યું છે. એમને લાડ લડાવવાને પણ પ્રયત્ન કર્યો છે.”
દુલાભાઈને ચારણો પ્રત્યે ભાવ હતો તેમ આહીર પ્રત્યે પણ આદર અને વહાલ હતું. તેઓ લખે છે :
ચારણ અને આહીર “ચારણ હોવાથી મને ચારણ પ્રત્યે ભાવ છે, તેમ આહીરો પણ એની નોક અને ટેકને કારણે નાનપણથી મને વહાલા છે. એક આહીરને ઘેર ભગવાન શ્રીકૃષ્ણને આશરો મળ્યો હતો. વાસુદેવજીનું મન ક્યાંયે ન માન્યું. મોટી મોટી મેડિયુંમાં એને વિશ્વાસ ન આવ્યો, યદુવંશની નાની નાની ઠકરાતોમાં એના જીવે કથાંય વિસામે ન લીધે. અંધારી રાતે દીકરાને રૂના પોલમાં સુવાડી નંદબાવાને નેસડે પહોંચ્યા. કાળઝાળ રાજા કંસના વેરીને નંદબાવા વિના કેણ સંઘરે? માતા જશેરાના ધાવણ ધાવ્યા વિના બળ કક્યાંથી આવે ! અને બળ આવ્યા વિના કંસ ક્યાંથી મરે ! કંસના વેરીને સંઘરવાનું કાળજુ આહીરનું જ હોય, અને બીજુ હોય આહીરકુળ ઉજાળણ મા જશોદાનું. ધન્ય છે નંદ-જશોદાને ! ધન્ય છે ગોકુળ ગામને ! અને ધન્ય છે આખા આહીરકુળને ! સાચે વૈષ્ણવ તે આહીર જ કહેવાય કે જેને આંગણે જગતને નાથ, અર્જુનનો સારથિ અને ગીતાને ગાનારો અગિયાર અગિયાર વર્ષ ખેલ્યો.
આહીરોને યાદ કરું છું ત્યાં તે આખી ગીરભૂમિ મૂતિ ધરી મારી નજર સામે ખડી થાય છે. એ ખોખડધજ નાંદીવલે, ઘણા વખતથી તપ તપતી નાંદીવલી, આ કંટાળા ગામથી આથમણે એક પગે ઊભેલે ઠોઠ નામને ડુંગર અને ગામની સામે મોટા માથામાં નાની ધોળી ટોપી ઓઢી હોય એવી માંગડાવાળાની દેરીવાળો ભાંગડો ડુંગર, આ દશ્ય હજુ તે જોયું ન જોયું ત્યાં રાવલ નદીનાં કાળાં કાળાં પાણીનાં ગીત સંભળાવા લાગે છે. પાડાના વાંસા જેવા કાળા પથ્થર પરથી ઉધગેલેટિયાં મારતાં રાવલનાં પાણી આંખ સામે આવ્યાં ન આવ્યાં ત્યાં તો વેજાજી સરવૈયે જુનાગઢના રા' સામે બહારવટું ખેડવા પસંદ કરેલ માના ખોળા જેવો અભય વેજલકોઠો જાણે ધરતી ફાડી દૃષ્ટિ સામે ઊભો રહે છે. કાળા કાળા ખડકોને કાપતા ખેંચેલ ધનુષ્યના જેવો વળાંક લેતી, અને વેજલકોઠાને ભીંસતી ઝેરકચરી અને સુરનાળો નામની નદીઓનો ખળખળાટ સંભળાવા લાગે છે.
@કઘિશ્રી દુલા કાકા સ્કૃદિ-gla )))))))