________________
જીવન
૨૩
હસતાં ખળખળ સરિતા જળ નિમળ,
વન વન ચં૫ કળી હતી: હસતી વસંત વન વૃક્ષ ઘટા,
હસી સુમન સુગધ પવને ધસતી. ચાળીસ ચાળીસ વર્ષોનાં વહાણાં વાયાં. ગીરભૂમિની માયા એ ચાળીસ વરસને જાણે કે પાછાં ધકેલી મને માંગડા ડુંગરના ઓતરાદા બાંધેલ ગાળામાં લઈ જાય છે. મારાં નાનપણનાં દસેક વર્ષ કંટાળા ગામે રામનળને ઘેર અને તળશીશ્યામને ખોળે ગયેલાં.
રાવળને આથમણે કાંઠે જેહાધાર, જેહાજી સરવૈયાની વસાવેલ. વેલ કઠો વેજલજીને બાંધેલ. ત્યાંથી બે ગાઉ પર જઈએ તે ભીમઆસનો નેસ, કાળાપાણીને ફાડી આસી નદીનો ધોધ પાડે છે. માતા કુતાને તરસ લાગી ત્યારે ભીમે પાટુ મારી પાણી કાઢેલું, લેકનું ભારત એમ બોલે છે. બાજુમાં પડછંદ ભેખડ પર નાની એવી માતા કુંતાની દેરી છે.
મા રુક્મિણી ત્યાંથી આથમણા એક ગાઉ ચાલે એટલે પહેલાં તે ડુંગર પર મા રુક્મિણીનાં દર્શન થાય. નાની એવી દેરી છે. સામે જ તુલશીશ્યામનું મંદિર છે. ઊના પાણીના સાત સાત કુંડ. યાત્રાળુને થાક ઉતારે છે. મૂર્તિ પણ મહાગંભીર છે. આ મૂર્તિ સંવત ૧૭૮૨માં દેવા સતિયા નામના ચારણે પ્રસિદ્ધ કરી. પછી મંદિર બન્યું. આ તો સંત દુધાધારીનાં બેસણાં. દુધાધારી મહારાજ ઉત્તર ભારતના પ્રદેશમાંથી અહીં આવીને વસેલા. અને આગલા મહેતાએ પાયમાલ કરેલ આ ધામને પાછું “શ્યામજીનું ધામ બનાવવા પ્રયાસો કરેલ. પોતે ગૌશાળા પણ ઊભી કરેલ. ભેજ કોટીલાનો અહંકાર જોઈ ખોડીદાસ નામના દૂધાધારી મહારાજના એક શિવે ડેડાણના મીઆ કોટીલાને ઘેર દંતા કોટીલા નામે અવતાર ધરેલો. તુલશીશ્યામ એ બાબરીઆઓને ઈષ્ટદેવ છે.
ત્યાંથી બે ગાઉ દક્ષિણમાં આઈ સોનબાઈનાં બેસણાં. જીવતી જાગતી જોગમાયાની ત્યાં દેરી છે, ત્યાંથી ચાર ગાઉ આથમણા ચાલે તે બાણેજના ડુંગરામાં શિવનું કૈલાસ મંદિર જેવું શાંતિદાતા મંદિર છે. અને ત્યાંથી ત્રણેક ગાઉ ઉત્તર તરફ ચાલે તો મા કનકેશ્વરી બિરાજી રહી છે. હાલમાં ત્યાં મંદિર, ધર્મશાળા વગેરેની ભારે સગવડ થઈ રહી છે.
ત્યાંથી નૈઋત્ય તરફ ચારેક ગાઉ પર કમળેશ્વર મહાદેવનું મંદિર છે, અને ઉત્તર તરફ સારું કે ગોઝારું સાસણ ગામ છે, જ્યાં ફક્ત સાવજને જોવા માટે બકરાં અને પાડાઓની ક્રૂર અને કરુણ હત્યા કરવામાં આવે છે. ધન્ય છે એ જોવાની મોજ માણનારને !”
સતાધાર ત્યાંથી ઓતરાદુ પેલું દેખાય સતાધાર. સેરઠની લોકસંસ્કૃતિનું પ્રતીક. ગીગા ભગત એના સ્થાપક. જનતા બાળકને છોડીને પેટનો ખાડો ભરવા લલચાય એવા ભયંકર દુકાળ વખતે, બાપ છોડીને ચાલ્યો ગયેલે એવી મા સુરઈને પેટે તેરી-રામપરથી ચલાળા જતાં માર્ગમાં શાપર ગામે ગીગા ભગતનો જન્મ થયેલે. આપા દાનાએ મોટો કર્યા પછી એ જ આપા દાનાની સંત પરંપરામાં જોડાઈને ગીગા ભગતે સતાધારમાં રક્તપિત્તિયાં, કેઢિયાં ને રોગમાં સડતાં માનવીઓની સેવાનું પરબ માંડેલું.
મૂળે આ પ્રેરણા પણ પરબની. ગીરના ઉત્તર સીમાડાથી આજે દૂર લાગતી પરબની જગ્યા એક કાળે ગીરને કાંઠે ગણાતી. સંત દેવીદાસ અને માતા અમરબાઈના નામ સાથે જોડાયેલ આ જગ્યાએ અઢારે આલમને, હિંદુ મુસલમાનને, સાંપ્રદાયિક રંગથી પર એવા માનવધર્મને આચાર બતાવેલ. જે કાળે કેઢિયા, રક્તપિત્તિયાને રત્નાકર મહારાજ સિવાય કેઈ સંધરતું નહિ તે વખતે તેવા રોગીઓની સેવા
કૌભાં દાતા કા રકૃતિ-iણે
જ
-
-