________________
એળખાણ થઈ ગયેલી. એટલે પછી તેા હું ગીરના નેસડાઓમાં ખૂબ ભટકયો. કંટાળા રહું, તુલસીશ્યામ રહું, સરાકડિયા, મીંઢા, ખજૂરી, મવડા, લેરિયા, અરલ, શિખલકાબા એ બધા નેસડામાં રહેતા. એક દિવસ હું ખજૂરીને નેસ હતા. રાતે વાળુ કરી અમે એક ઝૂંપડામાં બેઠા હતા. રામ નેળની ભેશા ત્યાં હતી. એકમાં એ’શીક જેટલી ભેશેા બેઠી હતી. ત્યાં સાવજે આવીને વાણુ નાખી (સાવજ પોતાનું મોઢુ ઉધાડી અંદરથી દુર્ગંધી શ્વાસ બહાર કાઢે છે તેને ‘ વાણ નાખી ’ કહેવાય છે. તેનાથી સર્વે ભેશે ઝોકમાંથી બહાર નીકળી જાય, એટલે એને જમવાની સગવડ પડે.)
જીવન
પણ આ તો રામ તેાળનુ ખાડું; એ કાંઈ સાવજને ગણકારે નહિ. ભેંશા એકદમ ઊભી થઈ ગઈ અને ઝીણે ઝીણે અવાજે કણકવા માંડી. અમે ઝૂપડામાંથી બહાર નીકળ્યા. હરિકેન હાથમાં લઈ ઝોકમાં આવ્યા. ત્યાં તે। અજબ બનાવ જોયા. માટી મેાટી ભેશો નાનાં પારુને માથાં મારી વચ્ચે રાખતી હતી. અને લાંઢકી ભેંશો ચારે તરફ ગાળાકારમાં ગાઢવાઈ ગઈ હતી. અને એમનાં રુંવાડાં સૂયાની જેમ ઊભાં થઈ ગયેલ જોયાં. એ રૂપાળી ભેશો તે વખતે વિકરાળ લાગતી હતી.
કાંગલ
રામ તેાળના ભાઈના દીકરા હાદો નાળ ત્યાં હતા તેણે ઝાંપા ઉધાડી ‘બાપ કાંગલ !' એટલું વેણ કહ્યું, ત્યાં કાંગલ એકદમ ખાડુમાંથી બહાર આવી. ઇશારતથી સમજાવી એટલે એ કાળી રાતમાં એકલી કાંગલ નામની ભેંશ સાવજને શોધવા ચાલી નીકળી. તેની પાછળ જવા બીજી ભેંસ પણ ઝાંપામાં ભીંસાભી'સ કરવા માંડી, પણ તેમને હાંકલી રાખી અને કાંગલ તે ગઈ સાવજને નસાડવા !
લગભગ રાતના ત્રણ વાગે ભળકડાને વખતે
૧૭
કણકતી કણકતી કાંગલ આવી. ગોવાળે ખેલાવા કરી કાંગલને આવકાર આપ્યા. હું તે। કાંગલને જોવા એકદમ ગયા. ત્યાં તે શરણાઈના માઢા જેવાં ફૂલેલ નસકેારાં, ચકળવકળ આંખા અને ગળામાંથી સાવજને નસાડવાની મગરૂરીના અવાજ આવતા હતા. આ બનાવ મેં પહેલવહેલા જ જોયા.
મને હાદા નોળે કહ્યું કે, ‘સાવજને એવે! તગડથો હશે કે હમણાં મહિનેા માસ પાા લાલચ કરી આ નેસડે નહિ આવે.' કાંગલ ઝેકમાં આવી ત્યારે બધી ભેશો જાણે કુશળ સમાચાર પૃથ્વી હોય તેમ તેના ઉપર ગળાં નાખવા માંડી, તેને સુંધવા માંડી.'' બીજે દિવસે એમણે કાંગલ અને સાવજની લડાઈનું ગીત રચેલું.
મેઘાણી સાથે મિલન
આંસાદરના દાદાભાઈ ગઢવીએ મેધાણી સમક્ષ જેની ‘ફાટેલ પિયાલાના કવિ' તરીકે ઓળખાણ આપેલ તે દુલાભાઈ અને મેધાણીજીનુ મિલન ભાવનગરમાં શ્રી લક્ષ્મીનાથ વ્યાસને ત્યાં થયું. થાડા જ વખતમાં એ મિલન અતરે ગાંઠયુ જેવુ બની રહ્યું. શ્રી મેધાણી લખે છે કે · મારી નજરમાંથી દુલાભાઈ ચારણ, દુલાભાઈ કવિ, દુલાભાઈ ભગત, દુલાભાઈ પૂજનીય પણ મટી ગયા છે. દુલાભાઈ ભાઈ બન્યા છે, '
દુલાભાઈ તે દારૂ વડે વટલાવવા જે પ્રયાસા થતા તે મેધાણીભાઈએ પણ ટાંકથા છે :
“તુલસીશ્યામની મુસાફરીનો એક બનાવ બરાબર યાદ રહ્યો છે. નવા મહંતને ગાદી સોંપાતી હતી. બાબરિયાવાડના ગરાસીઆભાઈ એના ડાયરા મળ્યા હતા. રાજ રાજ દુલાભાઈ ને સુખે લેવરાવવાની ધડ ચાલતી. મનામણાંની રીતે। પણ ન્યારી ન્યારી હતી. કોઈ દબાણ કરતા, કાઈ રાષ ઠાલવતા, તે કાઈ ભાઈ તેા વળી એટલી હદ સુધીની ગાળ ભાંડતા કે, અંતે તે। કાગડો ખરા ને? કાગડાના
કવિશ્રી દુલા કાગ સ્મૃતિ ગ્રંથ અને શ
-