________________
જીવન
ઘણા. મહેમાને પણ એક દિવસ ન આવ્યા હોય એવું બનતું નહિ.
મારા પિતાશ્રી એ વખતના એક અડીખમ માણસ ગણાતા. એ વટદાર માણસ હતા. પિતાની શેહ બીજા માણસ પર પડે એવું એમનું વર્તન હતું. એ વખતમાં ઠેરની ચોરીઓ ઘણી જ થતી. કેઈ ગરીબનું ઢોર ચોરાઈ જાય, એટલે તરત જ તે ધા નાખો મજાદર આવે. મને બરાબર યાદ છે કે, એ વખતે વાવણી ચાલતી હોય કે લાણી ચાલતી હોય, અથવા ઘરમાં કેઈ બિમાર હોય, તે બધું છોડીને મારા પિતા તુરત જ ઘોડા પર ચડતા, અને એ ગરીબના ઢોરને પત્તો ન લાગે ત્યાં સુધી એ પાછા ઘેર આવતા જ નહિ. એમનાથી મોટા મોટા ભારાડી માણસે પણ બીતા હતા. તેમ એવા એવા માણસો સાથે તેઓ સંબંધ પણ રાખતા હતા. જે
પિતાશ્રીની દિશા એ હતી જ્યારે મારી દિશા ગાયે ચારવાની અને રામાયણ વાંચવાની. એટલે એમના મનમાં મને જોઈ હર વખત ખેદ થતો. અને કયારેક એ કહેતા પણ ખરા કે “મારું આવડું મોટું કમઠાણ એનું શું થશે ? આ તે છતે દીકરે સીતારામ !'
આ બધા વિચારે ઘોળાતાં ઘોળાતાં એમને એક ઉપાય સૂઝયો કે, દીકરાને દારૂ-માંસ ખવરાવું તે આ બધું છોડી દે. પણ મને દારૂ પીવાનું કહે કે? પતે તે ઘણીવાર કહેલ, પણ કાંઈ ન વળ્યું. એટલે હવે કોઈ બીજા મારફત એ કામ કરાવવું એમ એમને લાગ્યું.”
દુલાભાઈની આસપાસની સૃષ્ટિમાં આવા માણસોને તેટો ન હતે.
મારી આસપાસ એ જાતની સૃષ્ટિ હતી.”
આસપાસની સૃષ્ટિ આહીર, ખસિયા, બાબરિયા, ગરાસિયા એ કોમમાં એ વખતે દારૂ પીવામાં—પાવામાં, એવી એવી મિજલસો કરવામાં, ચોરી કરવા-કરાવવામાં, બહાર, વટિયાઓને આશરો આપવામાં, પિતાથી બીજાં માણસે થરથરે, એવું વર્તન રાખવામાં ગૌરવ મનાતું એ માણસોમાં એ વખતનાં અનિષ્ટ તત્વોમાંના ઘણાં જ પડ્યાં હતાં; પણ સાથોસાથ સાચી માણસાઈને છાજે એવાં સરસ તો પણ હતાં. ભેળપણ, હૃદયની નિખાલસતા, શૂરવીરતા, કેઈની બહેનદીકરી સામે કૂડી નજર ન કરવી, ગમે તે અને ગમે તેટલી આંખની ઓળખાણ સિવાયના દેશપરદેશી આવે તે તેમની મહેમાનગતી કરવી, ગરીબો તરફની ઉદાર વૃત્તિ, મિત્રતા સાચવવા માટે પ્રાણુ સુદ્ધાં આપવાની ટેક પાળવી, એવાં એવાં ઊંચાં તો એમનામાં હતાં.
એ માણસો ખરે વખતે તોપના મોઢામાં ઓરાવા તૈયાર થાય એવા નીડર અને અડીખમ હતાં. આજે નવા જમાનામાં એ માણસો હોત તે એ ખરાબ તો નાશ પામીને તેઓ નવા યુગના સરસ માણસો બનત.
મારી આસપાસના જગતમાં સાંગણીઆ, કંટાળા વગેરે ઠેકાણાં એવાં હતાં, કે જ્યાં સ્નેહીઓને અથવા કોઈ પણ માણસને નીમ હોય તે પણ જબરદરતીથી દારૂ પાવામાં આવતો હતો, એમાં મોટાઈ મનાતી.”
દારૂ-માંસની ટેવ પાડવાનો પ્રયાસ
દુલાભાઈના પિતાએ દુલાભાઈને દારૂ-માંસ પીતાં –ખાતા કરવાનું કામ સાંગણિયાના એક સંબંધી હીપા મોભને સોંપ્યું.
“મહુવા પાસે માલણ નદીને કાંઠે સાંગણિયા નામે ગામ છે, મારા ગામથી છ ગાઉ દૂર થાય. ત્યાંના
|
કવિબ્રી દુલા કાગ ઋતિ-ગુંથી