________________
૧૪
કવિશ્રી દુલા કાગ સ્મૃતિ-ગ્રંથ
હીપા મેભને અને અમારે ત્રણ પેઢીને સંબંધ. એ પણ બધા મર્દ માણ. કઈ પણ હલકાઈનું તત્ત્વ એમનામાં નહિ અને સાવ સાધુડિયા પણ નહિ.
હીપો મોભ હીપે મે મારા પિતાને કાકા કહેતો. પણ ઘણે જ સુખી માણસ. બાર સાંતી હંકાવે. બસે જેટલાં માલ-ઢોર રાખે. ઊંચી જાતના પંદર તે ઘોડા એને ત્યાં બાંધ્યા રહેતા. તેને ઘેર જઈએ ત્યારે છોટા શા દરબારને અણસાર આવતો. એક દિવસ મારા પિતાએ હીપા મોભ સાથે મને દારૂ પાવા વિષે બધી વાત નક્કી કરી. હીપે મોભ મહિનામાં એકબે વાર મજાદર આવે. - રાત્રે મને એણે બોલાવ્યા. પાદરમાં આવેલા અમારા ખેતરમાં જઈ અમે બન્ને બેઠા. ધીરે ધીરે એણે વાતની શરૂઆત કરી. મેં એને એટલું જ કહ્યું કે “ભલા માણસ ! તમારે અને અમારે ત્રણ પેઢીનો સંબંધ છે અને તારા જેવા ભડ માણસના મેંઢામાંથી મને એક બાળક જેવા માણસને દારૂ પાવાના શબ્દ નીકળે, તે સારી વાત ન કહેવાય.
સ્નેહી તો તે જ કહેવાય કે જે ખરાબ રસ્તેથી સારા રતે લઈ જાય. વળી તું આહીરને દીકરો અને મને ચારણને દારૂ પીવા ઊભો થયો, તે તને શોભતું નથી.’
મારા એટલા જ વેણની એને ઊંડી અસર થઈ ગઈ.
મારા પિતાને એણે તુરત જ કહ્યું કે, “આ ચામડું આવ્યું નથી, રંગાઈ ગયું છે. માટે હવે એને આપણે પંથે ચડવાનું કહેવું તે વ્યર્થ છે અને પાપ છે.” *
ત્યાર પછી પણ દારૂ પાવા બાબતે મારા પર ઘણીયે ઘડીઓ વીતી ગઈ અને હીપા મોભ સાથે મારી મિત્રતા દા'ડે દિવસે વધતી ગઈ. 1 હું કવિતા બનાવતાં તે શીખી ગયો હતો એટલે મનમાં એક નવો શોખ જાગ્યા હતા, કે કોઈ દરબારની કવિતા કરવી અને ઈનામ-અકરામ લેવું. ફરવા જવું,
સારા સારા દરબારને ત્યાં જવું પણ એ કોટ ફૂટવ્યો, ત્યાં જ મારા બાળમિત્ર હીપા મોભે એને મૂળમાંથી જ ખોદી નાખ્યો. મને બોલાવીને એણે કહ્યું : “તારે કોઈ દિવસ ક્યાંય પણ પૈસાની માગણી કરવી નહિ. આપણું ઘર એક જ કહેવાય, માટે જ્યારે પૈસાની જરૂર પડે ત્યારે સાંગણિયે ચાલ્યા આવવું. ભાયા કાગને દીકરો ડેલીએ ડેલીએ ભટકે, એ વાત સારી ન કહેવાય.”
મારા પિતાશ્રી મને વાપરવા પૈસા આપતા નહિ. મારે તે તીર્થયાત્રા કરવા જવું હતું. જૂનાં જૂનાં સ્થળે જોવા જવું, સાધુ-સંન્યાસી પાસે જવું, એટલે પૈસા વિના કેમ ચાલે? પછી તે હું સાંગણિયે મહિનાના મહિના રહેતો. રામાયણ મહાભારત વાંચ્યા કરું, પ્રભુસ્મરણ કર્યા કરું, અને મુસાફરીએ જવું હોય ત્યારે પૈસા ત્યાંથી લઈ જાઉં. મારી અયાચકતાનું મૂળ કારણ હીપે મોભ છે, કારણ કે નાનપણથી માગવાનો છંદ મને લાગે હોત, તે કોણ જાણે આજે હું ક્યાં હોત !
આજે એ વાત સાંભરે છે, ત્યારે જીવ થંભી જાય છે. એ ગામડિયા માણસની રહેણીકરણી, એની મહેમાનગતી, વ્યવહાર-કુશળતા અને અડગપણું, એ બધું હજુ જાણે મારી સામે જ ઊભું છે.
હસતાં કે ગમ્મત કરતાં એ આહીર કઈ દિવસખોટું બોલતો નહિ, અને જે બેલ્યા હોઈએ એ પાળવું જ જોઈએ, એ એનું જીવનતત્વ હતું. મારાં આચરણ એને બહુ જ ગમી ગયાં હતાં એટલે અમારી મિત્રતા હાડોહાડ સુધી પહોંચી ગઈ હતી. પછી તે એમને ઘેર જવામાં બાઈઓ અને બહેને મારી લાજ પણ કરતાં નહિ.
એક વખત મારા પિતાશ્રીએ, છેવટે થાકી જઈ મારી આગળ એક હાથમાં પાઘડી ઉતારી અને બીજા . હાથમાં દારૂની પ્યાલી લીધી. એ દેખાવ મારા
હુ
હું કવિ દુલા કણ ઋતિ-ગ્રંથ છે.
છે