________________
૮ ૦ અભિષેક
યુદ્ધથી ને રક્તપાતથી !
યુદ્ધ ખેલવા જતા સૈન્યના મોરચે ચાલતો એક સેનાપતિ આવા વિચિત્ર વિચારો કરતો હતો – જાણે કોઈ રણજોદ્ધો નહીં પણ કોઈ જોગી સેનાપતિ બનીને સેનાને મોખરે સંચરતો હતો !
પાર્શ્વકુમાર નીકળ્યા તો હતા યુદ્ધ લડવા અને દુશ્મનનો પરાજય કરીને વિજયને વરવા; પણ એમનું મન તો પળેપળે યુદ્ધના વિરોધના પોકારો પાડતું હતું !
આ તે જોદ્ધો હતો કે જોગી ?
પણ સાચે જ, કુમાર પાર્શ્વનો આત્મા જનમોજનમના જોગ સાધીને કરુણાભીનો બન્યો હતો. એને ખપતી હતી અહિંસા. એનું અંતર ઝંખતું હતું પ્રેમને. એના રોમરોમમાંથી પ્રતિધ્વનિ ઊઠતો હતો અવૈરનો, અવિરોધનો, ક્ષમાનો, દયાનો, મૈત્રીનો, બંધુતાનો અને માનવતાનો ! હિંસા, દ્વેષ, વૈર, કાપાકાપી અને તિરસ્કારનો માર્ગ એ એનો માર્ગ ન હતો; એ માર્ગ અને ખપતો ન હતો.
આવો માનવી સેનાપતિનું પદ સ્વીકારીને યુદ્ધ જીતવા નીકળ્યો હતો !
સંસારની કેવી કરુણતા !
યુદ્ધભૂમિના સીમાડા દેખાવા લાગ્યા, અને કુમાર પાર્શ્વનું અંતર વધારે ઊંડા મંથનમાં ઊતરી ગયું.
કુમારને થયું આ યુદ્ધને પણ જીતું અને વૈરને પણ જીતું, તો જ મારું સેનાપતિપદ સાર્થક થાય.
પણ લોટ ફાકવો અને ગાવુંએના જેવું પરસ્પર વિરોધી આ કામ પાર શી રીતે પડે?
પણ ખરો યોદ્ધો તો યુદ્ધ જેમ વધુ ઘેરું થતું જાય, એમ પોતાનું હીર સોળે કળાએ પ્રગટાવે. કુમાર પાર્શ્વના અંતરમાં જાગેલું યુદ્ધ ભારે વેગપૂર્વક ચાલવા લાગ્યું, અને માત્ર પાંચ-પંદર વર્ષથી નહીં પણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org