________________
ન મારે વેર કે દ્વેષ ૦ ૭.
અને વારાણસીની પ્રજાએ એક મંગલ પ્રભાતે જોયું કે કાશીરાજની સેનાએ કલિંગના રાજવી સામે વિજયપ્રસ્થાન કર્યું. અને એ સેનાને મોખરે રાજકુમાર પાર્શ્વ પોતાના તેજી તોખાર ઉપર આરૂઢ થઈને ચાલી રહ્યો હતો – જાણે દેવરાજ ઈદ્ર જ જોઈ લ્યો !
પ્રજાએ એ પ્રસ્થાનને જયનાદોથી વધાવી લીધું.
શ્યામસુંદર દેહ, સોહામણું મુખ અને આંખોમાંથી જાણે તેજનો અંબાર પ્રગટી રહ્યો છે ! કુમાર પાર્શ્વના યૌવનનો થનગનાટ આજે સેનાપતિપદમાં ધન્ય બની ગયો !
સૌ પ્રશંસી રહ્યા : “ધન્ય પાર્શ્વ કુમાર ! ધન્ય સેનાના નાયક ! તમારો જય હો ! તમારો વિજય હો!”
સેનાના અંતરમાં પણ જાણે ઉત્સાહના દીપ પ્રગટ્યા. સેનાપતિ તો જાણે શૂરાતનના અવતાર બની ગયા. અને કાશીરાજની સેના કલિંગદેશ તરફ અવિરત પ્રવાસ કરીને પોતાનો માર્ગ કાપવા લાગી.
આ પ્રયાણ તો સંગ્રામ ખેડવા માટેનું હતું, પણ સૈનિકો અને સામંતો જુએ છે કે ક્યારેક સેનાપતિ પાર્શ્વકુમાર કંઈક ઊંડા વિચારમાં ઊતરી જાય છે.
યુદ્ધભૂમિ તો હજી દૂર છે, પણ કુમાર પાર્શ્વના અંતરમાં તો ક્યારનું તુમુલ યુદ્ધ જાગી ગયું છે. લાગણીઓનાં જૂથે જાણે સામસામાં અથડાઈને કુમારના દિલને હચમચાવી મૂકે છે.
કુમારનું અંતર વિચારે છે : કેવળ મારા ખાતર – મને વરવાની પ્રતિજ્ઞા લેનાર રાજકુમારી પ્રભાવતીને મેળવવા ખાતર – વૈરના અગ્નિને ચારેકોર ફેલાવવો એ શું ઉચિત છે ? ન માલૂમ એ વૈરાગ્નિ કેટલાં માનવીને ભરખી જશે ? કેટલી માતાઓને પુત્રવિહોણી કરશે ? કેટલી સ્ત્રીઓને વિધવા બનાવશે ? અને કેટલાં બાળકોને અનાથ બનાવશે ? અને પછી તો રુધિરની અનેક સરિતાઓ પણ એ વૈરાગ્નિને શાંત નહીં કરી શકે ! અને એ બધાનું પરિણામ પણ શું ? રે! સર્યું આવા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org