________________
પણ આશ્ચર્ય ! મને ક્યાંય ન વાગ્યું. મને પોતાને નવાઈ લાગે છે. આમાં હું ભગવાનનો અનુગ્રહ ન માનું તો કોનો માનું?
હું ગૃહસ્થપણામાં હતો. જીવવિચાર ભણ્યા પછી શાકભાજી લાવતાંસમારતાં ત્રાસ થતો. અરેરે...! આ જીવોનો મારે આ રીતે કચ્ચરઘાણ ક૨વાનો ? એ માટે આ જીવન છે ? આ કચ્ચરઘાણ ન થાય એવું એક માત્ર સંયમ-જીવન છે. કુટુંબમાં કેટલાંકનો વિરોધ હોવા છતાં હું સંયમ-જીવન લેવા માટે મક્કમ રહ્યો. સંયમ-જીવન વિના સંપૂર્ણ સાધના ન જ થઈ શકે એવી મારી શ્રદ્ધા દૃઢ થઈ ગઈ હતી.
ભગવાનની ભક્તિ હૃદયમાં આવ્યા પછી જ મૈત્રી ન જાગે તો જવાબદારી મારી મૈત્રી જ નહિ, બધા જ ગુણો આવી જશે. સર્વ દોષોને ગાળનારી ને સર્વ ગુણોને લાવનારી પ્રભુભક્તિ છે, એમ નિશ્ચિત માનજો. એટલે ઉપા. યશોવિજયજીએ હૃદયની વાત ગાઈ સ્વામી તમે કંઈ કામણ કીધું, ચિત્તડું અમારું ચોરી જ લીધું
અમે પણ તુમશું કામણ કરશું. ભક્તે ધરી મનઘરમાં ધરશું.
પ્રભુનું દર્શન જ એવું છે કે તેમાં ચિત્ત ચોટી જાય. પછી ભક્ત પણ કેવો કે તે પ્રભુના ચરણમાં ચોટી જાય. આ મારો પણ અનુભવ છે એટલે ભક્તિ છોડી શકતો નથી. ભક્તિથી વૈરાગ્ય પામી હું આત્મદર્શન પામ્યો છું તે મારો અનુભવ છે. તેને કોઈ માને કે ન માને મેં તો સાકર ખાધી. ગળી લાગી તે મારો અનુભવ કોઈના કહેવાથી નકારી શકાય ખરો ? જીવોનું અજ્ઞાન શું છે ?
2 પૂજ્યશ્રી : સર્વજ્ઞનું વચન ન જાણે તે અજ્ઞાન અથવા તે સિવાયનું સઘળું વ્યવહારજ્ઞાન તે અજ્ઞાન. તેનાથી વ્યવહા૨ નભે પણ મોહ નષ્ટ ન થાય. ઉપયોગમાં મોહનું ભળવું તે અજ્ઞાન. જ્ઞાનથી મોહ નષ્ટ થાય.
બચવું કેમ ?
મરણથી બચવા જોષ જોવડાવે તો બચાય ? રોગમુક્તિ માટે જોષ જોવડાવે તો બચાય ? ધનપ્રાપ્તિ માટે જોષ જોવડાવે તો ધનપ્રાપ્તિ થાય ?
સ્વાનુભવ શ્રીમુખે આચાર્યશ્રી)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org