________________
પ્રતિક્રમણ વગેરેમાં મને તો એટલો આનંદ આવે છે... એક લોગસ્સમાં જ એટલો આનંદ આવી જાય છે કે એનાથી અલગ ધ્યાન કરવાનું મન જ થતું નથી. છ આવશ્યક સિવાય બીજું ધ્યાન કયું છે?
રોજરોજ પ્રતિક્રમણ કરવાનું છે એમ સમજીને કંટાળતા નહિ. એની ઉપેક્ષા નહિ કરતા. એની ઉપેક્ષા એટલે આપણા આત્માની ઉપેક્ષા. રોજરોજ અભ્યાસ કરવો તેનું નામ જ તો ભાવના છે. માટી ભલે ઉપાદાન કારણ હોય, પણ કુંભાર વિના કોઈ માટીનો ઘડો ન બની શકે, તેમ જીવ ભલે ઉપાદાન કારણ હોય, પણ ભગવાન વિના એની ભગવત્તા પ્રગટ ન જ થાય, એવો મારો દઢ વિશ્વાસ છે. સાધનાનો આ જ મુખ્ય પાયો છે, એવી મારી સમજ
મારી આ સમજ શાસ્ત્રકારોની દષ્ટિએ મેં તપાસી છે ને મને એ ખરી લાગી છે. માટે જ આટલા ભારપૂર્વક અને અધિકારપૂર્વક હું આ વાત કહી શકું છું. યશોવિજયજી જેવા મહાબુદ્ધિમાન પણ જ્યારે ભક્તિને સાર બતાવતા હોય ત્યારે ભક્તિ જ માત્ર સાધનાનું હાર્દ છે, એમ આપણું મગજ ન સ્વીકારતું હોય તો હદ થઈ ગઈ !
મુક્તિની સાધના કરતાં કરતાં મુક્તિ જેવો આનંદ અહીં અનુભવી શકાય છે. આને જીવનમુક્તિ કહેવાય. જીવતેજીવ મુક્તિનો સુખ અનુભવવો તે જીવનમુક્તિ.
સ્યાદ્વાદ રત્નાકરની ન બેસતી પંક્તિઓ મને બેસી ગઈ. બીજે દિવસે પંડિતજીને મેં જણાવ્યું ત્યારે તેઓ સ્વયં પણ ચકિત બની ગયા. કહ્યું કોને પૂછ્યું? તમારા ગુરુદેવ તો અહીં છે નહિ?
મેં કહ્યું દેહરૂપે ભલે ગુરુ નથી, સ્થાપનારૂપે અને નામરૂપે તો ગુરુ હાજરાહજૂર છે. એમના પ્રભાવે મને આ પંક્તિઓ બેઠી છે.
આપણે ગુરુની ગેરહાજરી વિચારીએ છીએ, પણ ગુરુની ગેરહાજરી કદી હોતી નથી. આ સ્થાપનાચાર્ય સુધમાં સ્વામીથી લઈ અનેકાનેક ગુરુના પ્રતીક છે. એ સામે છે. પછી ગુરુની ગેરહાજરી શાની?
ગૃહસ્થપણામાં લટકા સાથે સૌ કહેતાઃ અલ્યાઅક્ષા (નામ) તમે દીક્ષા લો છો ? શું છે દીક્ષામાં? ગૃહસ્થપણામાં રહીને સાધના ન થઈ શકે? સ્વાનુભવ શ્રીમુખે આચાર્યશ્રી)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org