________________
૨. સ્વાનુભવ શ્રીમુખે (આચાર્યશ્રી)
હું એકલો છું તો શું દીન બનવાનું? નહિ, હું શાશ્વત આત્મા છું. જ્ઞાનદર્શનથી યુક્ત છું. મારે દીનતા શાની?
મને કોઈ કહે: આપ બહુ દૂબળા થઈ ગયા. થાકી ગયા.” તો હું મને દૂબળો ન માનું, મને થાકેલો ન માનું. એને જે દેખાય છે તે બોલે છે. મને જે દેખાય છે તેમાં હું રમું છું, તે છે આત્મા અને પરમાત્મા.
વિનય સાધનાનું મૂળ છે સાધનાનું રહસ્ય છે, સાધનાનું ઐઠંવર્ય છે. એમ સાધકને લાગ્યા વિના રહે જ નહિ. હું મારા અનુભવથી આ અધિકારપૂર્વક કહી શકું તેમ છું.
તમારામાં આટલી બધી સહનશક્તિ ક્યાંથી આવી?” ઉપર, નીચે અને વચ્ચે જોવાથી.” એટલે ?
ઉપર જોઉં છું ત્યારે મોક્ષ યાદ આવે છે. નીચે જોઉં છું ત્યારે ધરતી. દેખાય છે ને હું વિચારું છું; મારે કેટલા ફૂટ જમીન જોઈએ? નાહક ઝઘડા શાના? અને આસપાસ જોઉં છું તો તે લોકો દેખાય છે, જેઓ મારાથી પણ વધુ દુઃખો સહન કરી રહ્યા છે. આ છે મારી સહનશક્તિનું રહસ્ય.”
સૌ પ્રથમ બાલ્યાવસ્થામાં અહીં યાત્રા કરેલી. ત્યારે કશું જાણતો નહોતો. પણ પ્રથમ આ તીર્થમાં દાદાને જોઈ વાહ વાહ બોલી ઊઠેલો. વળી બીજરૂપે રહેલા એ જ સંસ્કારો આજે કામ લાગે છે. પોતાના નામની જેમ મેં યોગસારને પાકું કર્યું છે. મરણ વખતે એ જ સાથે આવશે. તમે બધા પાસે હશો તો પણ સાથે નહીં આવો. ભાવિત બનેલું જ્ઞાન જ સાથે આવશે. વણાઈ ગયેલા ગુણો જ સાથે આવશે.
શ્રી કલાપૂર્ણપ્રબોધ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org