________________
આટલો પ્રભાવ સંભવી શકે નહિ.
આચાર્યશ્રી નિરંતર પ્રભુમાં ડૂબેલા છે. એટલે પૂજ્યશ્રી મૌન રહેશે, કંઈ નહિ બોલે તો પણ એમનું અસ્તિત્વ માત્ર ઉત્સવ બની રહેશે.
પૂજ્ય આચાર્ય શ્રી વિજય જગવલ્લભસૂરિજી કહે:
જેમના હૃદયમાં ભક્તિ અને કરુણાની ધારા નિરંતર વહી રહી છે તેવા પૂ. આચાર્યશ્રીના સ્પર્શથી પાપી પણ પાવન બને છે.
ગતને પાવન કરનારી વિશ્વની આ મહાન વિભૂતિનું અહીં પદાર્પણ થઈ રહ્યું છે.
આ જાહોજલાલી ક્યાંથી આવી? આ જાજરમાન વ્યક્તિત્વ જ એનું મૂળ છે.
એક વાર ઘીનો ડબ્બો લઈ જટાશંકર ગાડીમાં ઊભો. ફાળિયા સાથે ડબ્બો બાંધી સાંકળ સાથે બાંધવાથી ટ્રેન ઊભી રહી. આથી પેલાને ટીટીએ પૂછ્યું “ડબ્બો કેમ લગાવ્યો? તારા લીધે ગાડી ઊભી રહી ગઈ.”
રહી જ જાય ને ? ચોખ્ખા ઘીનો ડબ્બો છે.” જટાશંકરે કહ્યું.
તેમ આવા પુણ્ય પુરુષ હોય ને અહીં જાહોજલાલી ન જામે તો ક્યાં જામે?
જેના પ્રત્યેક શ્વાસમાં, ત્રણેય યોગોમાં, પાંચેય ઈન્દ્રિયોમાં આત્મપ્રદેશોમાં જિનભક્તિ અને જીવમૈત્રી રમતાં હોય એવા આ પુણ્યપુરુષ પૂજ્ય આચાર્યશ્રી
છે.
શ્રી કલાપ્રભ આચાર્ય મ.સા. ૧. પૂજ્યશ્રીમાં જે નિસ્પૃહતા જોઈ તે ક્યાંય જોવા મળી નથી. પ્રતિષ્ઠા, અંજનશલાકા વગેરેમાં ક્યારેય શિલાલેખ માટે પૂજ્યશ્રીએ ઇચ્છા રાખી હોય એવું જાણ્યું નથી. મદ્રાસમાં અપાતી લોદી-રત્નની પદવી પણ પૂજ્યશ્રીએ પાછી ઠેલી.
નામ અને રૂપથી સ્વયં પર હોવા છતાં એમના નામ અને રૂપનો કેટલો પ્રભાવ છે ?
ઉટીથી મૈસુર અમે આવી રહ્યા હતા. રસ્તામાં ત્રણ જંગલી હાથીઓ બેઠેલા. બંડીપુરનું એ જંગલ હતું. રસ્તામાં પૂ.શ્રીના ફોટાના દર્શન માત્રથી
શ્રી કલાપૂર્ણપ્રબોધ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org