Book Title: Kalapurnprabodh
Author(s): Sunandaben Vohra
Publisher: Anandsumangal Parivar

View full book text
Previous | Next

Page 9
________________ અધ્યાત્મયોગી આચાર્યશ્રી વિષે સાદર કંઈ કહીશું પૂ. શ્રી યશોવિજયસૂરિ મ.સા.: પૂજ્યપાદ અધ્યાત્મયોગી આચાર્ય ભગવંત શ્રીમદ વિજયકલાપૂર્ણસૂરીશ્વરજી મહારાજ સાહેબને સાંભળતી વખતે, સાંભળવાનું ઓછું, જોવાનું વધુ થતું હોય છે. પરમાત્મા આ રહ્યા’ કહેતી વખતે એમના હાથ હવામાં અધ્ધર તોળાય છે ત્યારે જોવામાંય મીઠી મુંઝવણ એ થતી હોય છે કે તમે એમની એ અંગભંગિમાને જુઓ, મુખ પર રેલાતા સ્મિતને જુઓ કે બે નયનોને જુઓ, આંખોને ક્યાં કેન્દ્રિત કરવી ? અદ્ભુત અનન્ય છે તેઓની પરમાત્મા પ્રત્યેની પ્રીતિ. વાગડના આગેવાનો કહે: પૂજ્યશ્રીનો એક જ પ્રયાસ છે : ભગવાનનું શુદ્ધ સ્વરૂપ આપણામાં પ્રગટે. શુદ્ધ સ્વરૂપ આપણે નથી મેળવ્યું, માટે જ ભટકીએ છીએ. આ માત્ર ધર્મશાળાનો પ્રવેશ નથી. ગયા વર્ષે વાગડમાં પ્રવેશ કર્યો ત્યારે ૬૫ ગામની ભાવના હતી કે અમારે ત્યાં ચાતુર્માસ થાય. અહીં ૬૫ ગામ હાજર છે. એટલે ૬૫ ગામોમાં પ્રવેશ થયો છે એમ હું કહું છું તાળીઓ આ દશ્ય જોઈને વિચાર આવે: એક વ્યક્તિની કેટલી તાકાત ? પૂજ્યશ્રીની વાચનામાં એક વખતે સાંભળેલું “સર્વાર્થસિદ્ધથી માંડીને નિગોદના જીવોમાંથી એક જીવના એક પણ પ્રદેશની પીડા તે આપણા સૌની પીડા છે. એમ લાગવું જોઈએ.” આ છે જીવમૈત્રીની પરાકાષ્ઠા! પૂજ્ય કલાપૂર્ણસૂરિજીએ જન્મતારીય સાધના દ્વારા ભગવાન સાથેની એકતા સિદ્ધ કરી છે. દેહ એમનો છે દેખાવમાં પણ ભીતર ભગવાન વિરાજમાન આ પ્રભાવ વ્યક્તિનો નથી એમનામાં રહેલા ભગવાનનો છે. એ વિના અધ્યાત્મયોગી આચાર્યશ્રી વિષે સાદર કંઈ કહીશું? Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 ... 216