________________
[7] ક્યારેક કડવા પણ થવું જોઈએ અને આંખ પણ લાલ કરતાં આવડવી જોઈએ. ગુરુમાતા ચંદનાજી! આપે મને હિંમત આપી પણ મારી કરુણ કથની કહું.... કયાં તો મને હસતાં આવડે છે...કયાં તો લડતાં આવડે છે. પણ નેતૃત્વની ગતાગમ નથી પણ આપ જરૂર મને જાગૃત કરજો. ગુરુમાતા થોડી મૃગાવતીજી સાથે વાત કરું....આજ્ઞા આપો. મહાસતીજી મૃગાવતીજી!
આપ તો ગજબ કહેવાય! આપની વિચારશૈલી અનોખી. ગુરુ આપ ઠપકો આપો તોય આપ શુક્લધ્યાનમાં પહોંચો. કેવલજ્ઞાન મેળવો. મારી વાત કરું, ગુરુ લઢે તો રડું..બાકી શું કહું, જવા દો મારી વાત. ન કરવા જેવી....ન સાંભળવા જેવી પણ આજ આપના દર્શને મારા હૃદયમાં એક સારો ભાવ જાગ્યો છે. આપના નામમંત્રનો જાપ કરું...આપ કૃપા કરજો. કેવલજ્ઞાન દૂર રહેશે તો ચાલશે પણ...વિનય....સમતા દૂર રહેશે તો મને નહિ ચાલે. આપના વીતરાગી સામ્રાજ્યના માલિક ભલે બનવામાં કદાચ વાર લાગે, પણ આપના સગુણમાં તેમાં ખાસ કરી વિનય તો હમણાં જ જોઈએ. મારી ભૂલ થાય તો નિવારજો....સ્વીકારો વંદના....પ્રભુ મહાવીર શાસનનાં આદ્ય ગુરુણી ચંદનાજી....આઘ શિષ્યા મૃગાવતીજી! મંજુલ સ્વરે સ્વાધ્યાય..., - સાધ્વીજી મ.નો ઉપાશ્રય છે. સુમધુર સ્વાધ્યાયનો સુઘોષ ઘંટ વાગી રહ્યો છે. ઘડીકમાં આચારાંગ સૂત્રનો સ્વર સંભળાય તો ઘડીકમાં ભગવતી સૂત્રનો અવાજ સંભળાય છે. ઘડીકમાં વિપાક સૂત્ર તો ઘડીકમાં પ્રશ્ન-વ્યાકરણ સૂત્રનો સ્વર હૃદયને આનંદવિભોર કરે છે. શુદ્ધ શબ્દોનું ઉચ્ચારણ છે. હ્રસ્વ-દીર્થના ખ્યાલપૂર્વક ઉચ્ચારણ થાય છે. પદો, સૂત્રો એટલા ભાવપૂર્વક બોલાય છે, અર્થ તુરત જ સમજમાં આવે છે. અસ્મલિત પ્રવાહે સ્વાધ્યાય ચાલે છે. અખંડ સ્વાધ્યાયનો મંગલ મંજુલ ધ્વનિ વાતાવરણને પવિત્ર બનાવી રહેલ છે.
ઓ સ્વાધ્યાયશીલા! આપ કોણ? આપનાં ઉચ્ચારણો–સૂત્ર ઉચ્ચારણની પદ્ધતિથી આપ મહાન વિદુષી જૈનશાસનની તેજસ્વી તારલિકાઓ લાગો છો. “અમે” અમારા ગુરુદેવની નમ્ર અનુયાયિનીઓ છીએ. અમારા ગુરુદેવે અમને એક જવાબદારી સોંપી છે. એક બાળકને શાસન પ્રભાવક બનાવવાનો છે. દૂધમલ બાળક પારણામાં પોઢ્યો છે. અમારા સ્વાધ્યાયપાઠથી ૬ મહિનાનો બાળક ૧૧ અંગ કંઠસ્થ કરે છે.
ઓ મહાન વિદુષી આય! મને યાદ આવ્યું. મારી સ્મૃતિમાં આવ્યું. મહાન શાસન પ્રભાવક વજસ્વામીજીના સર્જન કરનાર આપને ધન્ય છે. આપની ગુરુભક્તિ! ધન્ય છે આપની સ્વાધ્યાયની રીતિ અને પ્રીતિ, ધન્ય છે આપના સમુદાયની શિસ્તને! ઓ સ્વાધ્યાયશીલા ગુરુણ......! અમને કળિકાળના એરૂ આભડી ગયા છે. સૂત્ર વીસરાઈ ગયાં.....તો સૂત્રના સ્વાધ્યાયનું તો શું પૂછવાનું? શાસ્ત્રનાં ચિંતન-મનન વીસરાઈ ગયાં છે. ઓ ગુરુણી.તમે કંઈક કરો.......અમને શાસ્ત્રાભ્યાસની મસ્તી આપો. સૂત્રનું ગાન આપો...સ્વાધ્યાયની મસ્તી આપો. અમારા ઉપાશ્રયની દીવાલો સ્વાધ્યાયથી ગુંજિત બને એવું કંઈક જાદુ કરો....અમે શાસન પ્રભાવકને તૈયાર કરી શકીએ કે નહિ પણ અમારો આત્મા પ્રભુ-શાસનમય બની જાય. જિનાગમ અમારા પ્રાણ બની જાય. સમ્યકજ્ઞાન અમારો અજપાજાપ બની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org