________________
[5] જ હોય છે. મારાં વડીલ ભગિની પૂ. સા. રત્નચૂલાશ્રી મ. સા. તો જ્ઞાનારાધનાની મસ્તીમાં મસ્ત હોય એટલે તેઓ કહે, વિચારીને કરો. અમારું આર્યામંડળ ખૂબ વિનયી, વિવેકી, નમ્ર સંસ્કાર અને શિસ્તયુક્ત છે. તેઓનો મને ઉદાર સહકાર મળ્યા જ કરે છે. ફક્ત વાત રહી...મારો અપ્રમત્તભાવ પ્રગટે અને પ્રગટ થયેલો અપ્રમત્તભાવ કાયમ રહે. એ જ પ્રાર્થના કરી હવે આગળ વધું....
“ જિનશાસનનાં શ્રમણીરત્નો” ગ્રંથમાં અનેક મહાન જ્ઞાની–વિદુષી શાસન સમર્પિત સાધ્વીજી મ. સા.ની ગૌરવગાથા છે. પણ સત્ય હકીકત એ છે કે પ્રાપ્ત થતા ઇતિહાસ કરતાં અપ્રાપ્ત થતો ઇતિહાસ અનોખો છે. કારણ...જિનશાસનનાં શ્રમણીરત્નો શાસનચરણે, ગુરુચરણે સમર્પિત હતાં....વિનય, વિવેક, તપ, ત્યાગથી તેઓનાં જીવન દેદીપ્યમાન હતાં. જગતની કોઈ મોહ-માયા-ખેવના-કીર્તિ-કામના તેમને ક્યારેય સ્પશ્ય ન હતાં. અંતરની એક આહલેક હતી. તેથી અંતરાત્મામાં તેઓ લીન ગુરુમાં જ ખુદની જાતનાં દર્શન કરતાં હતાં. આ મહાન આર્યાઓએ એક મૂક અણમોલ સંદેશ આપ્યો છે. અનંત કાળ છે–અનંત કામ છે-અનંત આત્મા છે....સેવા કરી તે ધન્ય બની ગયાં છે. સેવામાં જાતને સમર્પિત કરો. બીજી બાજુ ઉપલબ્ધ ઇતિહાસમાં અત્ર-તત્ર અનેક આર્યાઓનો અદ્ભુત ઇતિહાસ મળે છે. તે પણ વંદનીય મહાન આર્યા છે. તેઓ પણ નામ અને કીર્તિથી પર છે પણ આપણને સૌને આદર્શ આપે છે....આયઓનો પવિત્ર ઇતિહાસ વાંચો, તેમનાં ગૌરવશાળી પગલાંને અનુસરો....મનઃસૃષ્ટિમાં કેટલાંક મહાન આર્યાઓએ કબજો લઈ લીધો છે. હૃદય-સિંહાસન પર બિરાજિત આર્યાઓના દર્શનનો એક નમ્ર અને આછેરો પ્રયત્ન કરું છું. જિનશાસનનાં શ્રમણીરત્નો :
પ્રભુશાસનનાં શ્રમણીરત્નોનો વિચાર કરીએ ત્યારે આપણી મનોવૃષ્ટિમાં બ્રાહ્મી-સુંદરીથી પ્રારંભ થઈ અનેક જ્ઞાની-ધ્યાન-ત્યાગી-તપસ્વી, સહનશીલતાની જીવંત મૂર્તિ આર્યા ગણોની લાંબી કતાર લાગી જાય. એક એક સાધ્વીજી મ.ના ચરણમાં શિર ઝૂકી જાય અને હર્ષાશ્રુ સહ વિનંતિ થાય....શાસનમાતાઓ ! મજ પામરને પાવન કરો. આપના વરદ હસ્ત મારા શિર પર પ્રસારો. આપનો શાસનપ્રેમ તથા ખમીર આપો. આપ પાસે શાસનનાં રહસ્ય છે. સંયમજીવનના અર્ક છે. પૂજ્યાઓ! આપ મારી સાથે વાત કરો. ગઈકાલની ગરિમાની ગૌરવગાથા સંભળાવો. આવતી કાલનું અમને કર્તવ્ય સમજાવો. બસ....મહાસતી....મહાન આર્યાઓની મંજુલ વાણી આંતરસૃષ્ટિમાં ગુંજી ઊઠી.... - સાધ્વીજી! બોલજો.....પણ આંતરના અમૃતભર્યા પ્રેમથી.....તમારી અંતરની લાગણીમાં તાકાત છે. અનાદિનું અભિમાન વિદાય થશે અને કેવળજ્ઞાન પ્રગટશે : ગુરુવય! આપની વાત સાચી....પણ મેં આપને ન ઓળખ્યાં....આપનો ભાવ સમજવા કોશિશ કરું છું....અભિમાનની વિદાય....કેવળજ્ઞાનનું પ્રગટીકરણ...શું સાધ્વીના વચનમાં આ તાકાત! ઓ ગુરુવર્ય! ઓળખ્યાં... ઓળખ્યાં....તમને ઓળખ્યાં...તમે સમસ્ત સાધ્વીમંડળનાં આદ્ય ગુરુણીઓ.... બ્રાહ્મી અને સુંદરી....જરૂર સમજાઈ આપની વાત....આપનાં વચનો “વીરા મોરા ગજ થકી ઉતરો”...૧ વર્ષથી અભિમાનના ગજ ઉપર ચઢેલ....બાહુબલીજીને શુફલધ્યાનમાં લાવી કેવળજ્ઞાન અપાવ્યું. સાધ્વી સુંદરીજી ૬0000 વર્ષના આયંબિલના તપસ્વી ભરતજીને મૌન જવાબ આપનાર આપની શિક્ષા સમજાઈ. મૌન કરો, જરૂરી ઉપયુક્ત બોલો. વાણીને જ્ઞાનનું નિમિત્ત બનાવો. ધન્ય....ધન્ય સાધ્વી સંઘનાં આદ્ય-ગુરુ ભગિનીઓ....સ્વીકારો અમારી વંદના....
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org