Book Title: Jain Sahitya Samaroha Guchha 2
Author(s): Ramanlal C Shah, Kantilal D Kora, Pannalal R Shah, Gulab Dedhiya
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________
સાતમે જૈન સાહિત્ય સમારે
કોઈ બંધારણ નથી કે તેના સભ્યપદનું કેઈ લવાજમ નથી. આ એક સ્વરપણે વિકસતી પ્રવૃત્તિ છે. એમાં કોઈ ફિરકાભેદ નથી કે જૈન-જનેતર એવી સાંપ્રદાયિક સંકુચિતતા નથી. આ આખી પ્રવૃત્તિ વિદ્યાલય, વિદ્વાનો અને નિમંત્રક સંસ્થાઓના સહયોગથી ચાલે છે. જૈન સાહિત્ય સમારોહને આંતરભારતીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે મૂકી શકીએ એ તરફ આપણું લક્ષ્ય છે. આપણા સૌનાં પ્રયને એ દિશામાં પ્રેરક બળ બની રહે એવી આશા
વ્યક્ત કરું છું.” - સાહિત્ય સમારોહ સમિતિના સભ્ય શ્રી નટવરલાલ શાહે અને શ્રી અમર જરીવાલાએ પ્રાસંગિક વક્તવ્ય રજૂ કર્યા હતાં.
શ્રી અમર જરીવાલાએ એવી શુભેચ્છા વ્યક્ત કરી હતી, કે આ પ્રવૃત્તિ નિમિત્તે વપરાતું સાત્વિક દાન જરૂર ઊગી નીકળશે. અહીં જે દીપક પ્રગટાવવામાં આવ્યું છે તેનો પ્રકાશ દૂરદૂર સુધી જશે..
પ્રહૂલાદનદેવની ભૂમિ
પ્રા. તારાબેન ૨. શાહે પાલનપુર શહેરની ભવ્યતાને યાદ કરી હતી. અહીં વિદ્વાન અને આરાધકો છે. શ્રી કનુભાઈ મહેતા, ડો. સત્યવતીબહેન ઝવેરી, શ્રી સૂર્યકાંત પરીખ, શ્રી ચંદ્રકાંત ગાંધી અને શ્રીમતી સરોજબેન મહેતા જેવા દષ્ટિસંપન કાર્ય કરે છે. શ્રી હીરવિજયસૂરિના આ જન્મસ્થાનમાં શ્રીમતી વસુબહેન, ડો. હીરાભાઈ, શ્રી નગીનભાઈ વગેરે ઊંચી કેટીના જ્ઞાની અને આરાધકે હાલ વસે છે એ આપણું માટે ગૌરવની વાત છે. પાલનપુરીના હીરાના વ્યવસાય અને વિદ્વાને ના શિક્ષણવ્યવસાયની સુંદર તુલના કરી કહ્યું હતું, કે બનેએ કાચા હીરામાંથી પાણીદાર હીરા સર વાના હોય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org