________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૦
જૈન રામાયણ | ‘તમે કોઈ દિવ્ય પુરુષ છો. તમે શા માટે આ રૂપ ધારણ કર્યું છે? અને શા માટે અમારા પર ઉપદ્રવ કરો છો?'
દેવનાં રોષ શમી ગયા. તેમણે પોતાનું દિવ્ય સ્વરૂપે પ્રગટ કર્યું અને પોતાનો સર્વ વૃત્તાન્ત રાક્ષસેશ્વરને કહ્યો.
પોતાનું વૃક્ષ પરથી ઊતરવું, ચન્દ્રારાણી પર વેરવૃત્તિનું જાગવું, અચાનક હુમલાનું થયું ને રાણીનું બેબાકળા થઈ જવું, તડિક્લેશનું તીરથી પોતાને વીંધી નાખવું, દોડીને મુનિનાં ચરણો આગળ ઢળી પડવું, મુનિનું શ્રી નમસ્કાર મહામંત્રનું શ્રવણ કરાવવું, મરીને પોતાનું દેવ થવું, અવધિજ્ઞાનથી મુનિના મહાન ઉપકારને જોઈ હર્ષ પામવું, પાછી અહીં આવવું...
લંકેશ તો દેવની આ વાણી સાંભળીને તાજુબ થઈ ગયો. દેવને સાથે લઈ તે મહામુનિની પાસે ગયો. મુનિવરનાં ચરણોમાં મસ્તક નમાવી લંકાપતિએ વિનંતીભાવે પૂછયું : ‘કૃપાનિધિ! વાનર સાચના મારા વૈરનું શું કારણ, તે જણાવવા કૃપા કરશો?'
મુનિની સામે લંકાપતિએ અને દેવે આસન જમાવ્યાં. મુનિવરે તેમના વૈરનું કારણ કહેવા માંડ્યું :
લંકેશ! શ્રાવસ્તી નગરીમાં તું મંત્રીપુત્ર હતો. તારું નામ દત્ત હતું. જ્યારે આ દેવનો જીવ કાશીમાં એક શિકારી હતો!'
દિવ્યજ્ઞાનના સહારે મુનિએ જ્યારે બંનેના પૂર્વભવો કહેવા માંડ્યા ત્યારે લંકાપતિ તો ટગર ટગર મુનિના મુખ તરફ જ જોઈ રહ્યો.
પછી પ્રભુ?” ‘તું સંસારથી વિરક્ત બની ગયો. તે દીક્ષા ગ્રહણ કરી. પૃથ્વીતલ પર વિચરતો વિચરતો તું કાશીને દ્વારે પહોંચ્યો.
તે વખતે આ દેવનો જીવાત્મા શિકારી, તે નગરની બહાર નીકળતો હતો. મુંડાયેલા મસ્તકવાળ તું તેને સામે મળ્યો. શિકારીએ તારામાં અપશુકનની બુદ્ધિ કરી. તારા પર મહાન તિરસ્કાર વરસાવ્યો અને પ્રહાર કરી તેને પાડ્યો. તારું મૃત્યુ થયું. મરીને “માહેન્દ્ર દેવલોકમાં તું દેવ થયો. ત્યાં તે દીર્ધકાળ સુખ ભોગવ્યાં અને ત્યાંથી આયુષ્ય પૂર્ણ થતાં તારો લંકામાં જન્મ થયો.
પેલો પારધી તો પાપનું પોટલું બાંધી નરકમાં પહોંચ્યો. ત્યાંથી આયુષ્ય પૂર્ણ કરી તે વાનર થયો અને વાનર મરીને આ દેવ થયો! તમારા બંનેના વરનું કારણે આ છે.'
For Private And Personal Use Only