________________
મારી સંવેદના
: સંવેદક
પ્રસિદ્ધ પ્રવચનકાર, પૂ. આચાર્યદેવ શ્રીમદ્ વિજય શ્રેયાંસપ્રભસૂરીશ્વરજી મહારાજ
શ્રી અરિહંતદેવો અને શ્રીગણધરદેવોની વિશ્વના જીવમાત્ર પ્રત્યેની અપરિમિત કૃપાવૃષ્ટિનું ઝરણું શ્રી દ્વાદશાંગી છે. જીવમાત્ર જે સુખને ઇચ્છે છે તે સુખ એક માત્ર મોક્ષમાં છે એવું ફરમાવનાર શ્રી જૈનશાસન એ સુખને પામવાનો શુદ્ધ માર્ગ છે. એ મોક્ષમાર્ગ કહેવાય છે. આવા એ મોક્ષમાર્ગનું શુદ્ધ પ્રતિપાદન કરવાની જવાબદારી વહનારા શ્રી આચાર્યભગવંતોને ‘ભાવાચાર્ય' તરીકે ઓળખાવીને ‘તિસ્થવર સમો સૂરિ’ ‘શુદ્ધ પ્રરુપક ગુણ થકી જે જિનવર સમ ભાખ્યા' આદિ વિધાનો દ્વારા ઘણું ઉંચુ બહુમાન અપાયું છે. કારણ કે પ્રભુએ તો શુદ્ધ માર્ગ પ્રસ્થાપિત કર્યો, હવે તેને તે જ સ્વરુપે ટકાવી રાખવાનું અને ભવ્ય જીવો સુધી પહોંચાડતા રહેવાનું ઉત્તરદાયિત્વ જેઓના શિરે મૂકી શકાય તેવા ભાવાચાર્ય ભગવંતો ન હોય કે ન થાય તો ? આ કલ્પના જ ધ્રૂજાવી દે તેવી છે.
ન
ખળ-ખળ વહેતી નદીઓમાં, અગાધ સરોવરોમાં કે સમુદ્રોમાં તો નાવ કે સ્ટીમરો દોડતી હોય છે. પણ સહરાના રણમાં કે કચ્છના રણપ્રદેશમાં નાવ ચલાવવાની હોય તો ? જિન-કેવળી અને પૂર્વધરોની ગેરહાજરીવાળા પંચમકાળમાં શાસનની નાવ ચલાવવાનું કામ રણમાં નાવ ચલાવવાથી પણ