Book Title: Jain Gurjar Sahitya Ratno Part 01
Author(s): Naginbhai Manchubhai Jain Sahityoddharak Fund
Publisher: Naginbhai Manchubhai Jain Sahityoddharak Fund
View full book text
________________
મહાપાધ્યાય શ્રી સમયસુંદરગણિ. ૩૯ સંવત સેલચઉરાસી વરસે, સરમાંહિ રહી ચઉમાસિ0; જસ સઉભાગ થયઉ જગમાંહિ, સહુ દીધિ સાબાસીજી. ૩૫ યુગ પ્રધાન જનચંદ્રસૂરિસર સકલચંદ તસ શિસજી; સમયસુંદર સંતોષછત્રીસી કીધી જગીસજી. ૩૬
આ ઉપરથી જાણી શકાશે કે તેઓએ ગુજરાતી ભાષામાં સેંકડો ગીતો રચ્યાં છે. કેટલાય વિદ્વાનોના અભિપ્રાય પ્રમાણે એક હજાર ઉપર ગીત રચ્યા હશે. ગીતમાં પણ ભાસ, સ્તવન, સેહલાં, ચંદ્રાનાલા, હિંડલના, પર્વગીત, મહિમા ગીત, વધાઈ વગેરે ઘણુ પ્રકારે પાડયા છે.
તેઓશ્રી સંસ્કૃત, પ્રાકૃત, અને અપભ્રંશ ઉપરાંત ગુજરાતી, મારવાડી, હિંદી, પંજાબી, સિંધી, વગેરે ભાષાઓના સારા જાણકાર હતા, ગૂજરાતી અને મારવાડી ભાષામાં તેઓએ વિશેષ કૃતિઓ રચી છે. “સીતારામ ચેપ,” દ્રૌપદી ચેપ ઈ, નળદમયંતી રાસ, જેવા મહાકાવ્ય પણ રહ્યા છે. શ્રી નલદમયંતી રાસ પ્રસ્તાવના અને ટીપણ સાથે સને ૧૯૫૭માં પ્રો. રમણલાલ ચી. શાહે ગુજરાતી અધ્યાપક સેંટ ઝેવીયસ કોલેજ) પ્રગટ કર્યું છે જે અભ્યાસીઓ માટે ઉપયોગી પ્રકાશન છે.
આવી રીતે એક જ વાક્ય “ગાનો ઊંચ'' આઠ શબ્દોના વાક્યના આઠ લાખ અર્થ કરી બતાવ્યા. તેમના વિદ્યાગુર શ્રી જિનસિંહસૂરિ અને સમયરાજ ઉપાધ્યાય હતા. તેઓને શિષ્ય પરિવાર લગભગ ૪૨ સંખ્યાને હતા, કવિશ્રી દેવીદાસ, કવિશ્રી
જામ તથા શ્રી હર્ષનંદન કવિએ શ્રી સમયસુ દરજી માટે પ્રશસ્તિ કાવ્ય રચ્યા છે. તેઓશ્રીએ સંસ્કૃતમાં ૨૪ ગ્રંથરચના તથા ગુજરાતીમાં ૩૭ મોટી કૃતિઓ રચી છે. તેઓશ્રીનું અડધી હિંદી તથા અડધી સંસ્કૃત કાવ્યને નમુને રજુ કરીએ છીએ. શ્રી ચાર પ્રત્યેક બુદ્ધને રાસ જેમાં પદમાવતી જીવ રાશિ ક્ષમાપના છે, તે આગ્રામાં સં. ૧૬૬૫માં ઓ, ખાસ વાંચવા જેવો છે.