Book Title: Jain Gurjar Sahitya Ratno Part 01
Author(s): Naginbhai Manchubhai Jain Sahityoddharak Fund
Publisher: Naginbhai Manchubhai Jain Sahityoddharak Fund
View full book text
________________
-
.. .
-
-
-
-
-
‘જર૮ જૈન ગૂર્જર સાહિત્ય-રત્ન અને તેમની કાવ્ય પ્રસાદી
વસ્તુછેદ પ્રથમ ગુણધર ભગવાન પચાસ વર્ષ ગૃહસ્થામમાં રહીને, ત્રીસ વર્ષ સંયમને શોભાવીને. બાર વર્ષ શ્રી કેવળી પર્યાયમાં રહ્યા. ત્રણે ભુવનના લેકેથી વંદાયેલા, રાજગૃહ નગરીમાં રહેલા, બાણુ વર્ષના આયુષ્યવાળા, ગુણના ભંડાર જેવા શ્રી ગૌતમસ્વામી મેલે જશે.
ઢાલ છઠ્ઠી સહકાર-આંબે, પરિમલ–સુગંધ; કણયાચલ-કનકાચલસેનાનો પર્વત; ગતમ-ગૌતમ, નિવ-વસે છે; મહુયર–ભમરાઓ; રાજીવ– કમળ; રયણાયર–રત્નાકર; રયણ–રત્ન; અંબર-આકાશ; નિશિ–રાત્રિ: શશિહર–ચન્દ્રઃ સુરત–કલ્પતરૂ, સહસકરન્સયે; પૂરવ-પૂર્વ દિસિદિશામાં; પંચાનન-સિંહ; મયગલ–હાથી; ભયબલ-ભુજબલ; સામીયસ્વામી; ગુણીજે-સ્તુતિ કરીએ; સમગ્રહ-સમગ્ર, બધ; સય-સે; સી-સિદ્ધ થાય; ગણતર-ગણધર લખે-પામે; સાસય-શાશ્વત; ચઉવિ સંધ-ચતુર્વિધ સંધ, એટલે સાધુ, સાધ્વી, શ્રાવક, શ્રાવિકા; તતખણ–તક્ષણ કામગવી-કામધેનું પ્રણવ-૩૪, પણવમ્બર--૩૪ને અક્ષર, ભાયાબીજ-હીં; ધુરિ–શરૂઆતમાં; શ્રીમતિ–લક્ષ્મી.
આ ઢાલમાં કવિ ગૌતમ સ્વામીની સિદ્ધિને અવનવી ઉપમાઓ આપી વર્ણવે છે અને એ સિદ્ધિને મહિમા બતાવે છે. કવિ કહે છે કે જેમ અબાડાળે કોયલ ટહુકે, જેમ ફૂલેના વનમાં સુગંધ મહેકતી હોય છે, જેમ ગંગાજળમાં લહરીઓ ઊઠતી હોય છે, જેમ કનકાચલ તેજથી ઝળકતો હોય છે તેવી રીતે ગૌતમ સ્વામીને સૌભાગ્યનિધિ શોભે છે. જેમ માનસરોવરમાં હંસે રહે છે, જેમ દેવોને માથે સવ
ના મુગટ શોભે છે, જેમ કમલના વનમાં ભમરાઓ શોભે છે, જેમ રત્નાકર રત્નથી વિકસે છે, જેમ આકાશ તારાઓથી વિકસે છે તેમ ગૌતમના ગુણે વિકાસ પામે છે. જેમ પૂનમની રાતે ચન્દ્ર શોભે છે, જેમ કલ્પવૃક્ષને મહિમા જગતમાં જાણીતું છે, જેમાં પૂર્વ દિશામાં