Book Title: Jain Gurjar Sahitya Ratno Part 01
Author(s): Naginbhai Manchubhai Jain Sahityoddharak Fund
Publisher: Naginbhai Manchubhai Jain Sahityoddharak Fund
View full book text
________________
પ૪૯
તેમાંથી અહીં આરંભની આઠ અને અંતની સાત કડીઓ આપવામાં આવી છે. આરંભની કડીઓમાં દાન, શિયળ, તપ અને ભાવના એ ધર્મના ચાર પદાર્થમાંથી શિયલ ઉપર ભાર મૂકી કવિએ એનો મહિમા વર્ણવતી સદેવંત-સાવળિંગાની થાને રાસ લખવાની વાત કરી છે. અંતની કડીઓમાં એ રાસ પૂરો કરી કવિએ સ્થળ, રચનાશીલ અને ગુરુ પરંપરાની માહિતી આપી છે.
પર. શ્રી ભાવ પ્રભસૂરિ આ કવિની ગ્રેવીસી ન મળવાથી અહીં એમની બે બીજી રચના આપવામાં આવી છે અને તેમાં પણ બીજી રચના અધૂરી છે. પહેલી રચના “શ્રી અધ્યાત્મ સ્તુતિ ”માં કવિએ સામાયિક લેનાર વ્યકિતએ પિતાના મન પર કેવો સંયમ રાખવો જોઈએ તે બતાવ્યું છે. કવિએ મન માટે ઘરનું રૂપક વાપરી આ રચનાને દ્વિઅથી બનાવી છે. કેવળ વાચાર્ય જોતાં પણ કવિએ સવારના સમયનું ઘરનું વાતાવરણ બરાબર ખડું કર્યું છે. જેવી રીતે ઉઘાડા મૂકેલા ઘરમાં કૂતરા, બિલાડી પેસી જઈ નુકસાન કરે છે, અથવા ચોર આવી કઈ વસ્તુ ચેરી જાય છે તેવી રીતે છૂટા મૂકેલા મનમાં કષાયો પસી જઈ આત્માને નુકશાન પહોંચાડે છે. માટે જેમ ઘરને વાસવાની જરૂર છે, તેમ મનને સંયમમાં રાખવાની જરૂર છે.
- ૫૩ શ્રી જસવિજયજી
શ્રી શાંતિનાથ સ્તવન (પૃ. ૩૭૪) કવિ કહે છે કે શ્રી શાંતિનાથ પ્રભુની મુખમુદ્રા મનહારી છે. એમના મુખમુદ્રાની સૌમ્યતા જોઈને સૌમ્યતાવાળી મુખમુદ્રાવાળે ચન્દ્ર ઉદાસ થઈને ભમે છે. પ્રભુની મુખમુદ્રાનું તેજ જોઈને સૂર્ય આકાશમાં નાસવા લાગે છે.
૩૫