Book Title: Jain Gurjar Sahitya Ratno Part 01
Author(s): Naginbhai Manchubhai Jain Sahityoddharak Fund
Publisher: Naginbhai Manchubhai Jain Sahityoddharak Fund
View full book text
________________
૧૭
શ્રી મહાવીર જિન સ્તવન (પૃ. ૩૬૦) આ સ્તવનમાં કવિએ પ્રભુના વિયેાગથી અનુભવાતી વિરહ વ્યચાનુ વર્ણન કર્યું છે અને પેાતાના પ્રત્યે કૃપા દર્શાવવા માટે યાચના કરી છે.
૪૯ વાચક શ્રી દેવવિજયજી
શ્રી ઋષભજિન સ્તવન (પૃ. ૩૬૨)
આ સ્તનનમાં કવિએ જેમના દર્શનથી મેાક્ષ સુખની પ્રાપ્તિ થઇ શકે છે એવા શ્રી ઋષભદેવ પ્રભુને ભેટવાની પોતાની અભિલાષા વ્યક્ત કરી છે અને એવા એક માત્ર આધાર જેવા પ્રભુના વિરહનું દુઃખ પેાતાનાથી સહન થતું નથી એમ વણુબ્યુ છે.
શ્રી શાંતિનાથ સ્તવન (પૃ. ૩૬૩)
સાણા—સજન; સુપન–સ્વપ્ન.
આ સ્તવનમાં કવિ કહે છે કે શ્રી શાંતિનાથ તીર્થંકર જગતમાં સુખ અને શાંતિ પ્રવર્તાવનાર છે. એમનું નામ જપતાં માણુસને સુખ મળે છે. કવિ ભવિક જતાને સમેાધીને કહે છે કે તમે માયાના પતંગ જેવા મેાહક રંગ જોઈ ને એમાં લપટાતા નહિ, કારણ કે એમ કરતાં રાવણ જેવા રાજાએ પણ પોતાની લંકા નગરી ગુમાવી હતી.
શ્રી તેમનાથ સ્તવન (પૃ. ૩૬૩)
આ સ્તવનની પહેલી કડીમાં તારણથી પાછા ફ્રી, રાજુલા ત્યાગ કરી ગિરનાર પર સંયમ ધારણ કરનાર શ્રી નેમિ જિનેશ્વરનું વણન કર્યું છે અને ખીજી કડીમાં રાજુલની વિરહવ્યથા અને અંતે સંયમ વ્રત ધારણ કરવાના એના નિશ્ચયનું કવિએ વર્ષોંન કર્યું છે. શ્રી પાર્શ્વનાથ સ્તવન (પૃ. ૩૬૪)
આ સ્તવનમાં કવિએ શ્રી પાશ્વ જિનેશ્વરના પરિચય આપ્યો છે. એમની સેવાથી માનવ ભવતું ફળ પ્રાપ્ત થાય છે, મનવાંછના