Book Title: Jain Gurjar Sahitya Ratno Part 01
Author(s): Naginbhai Manchubhai Jain Sahityoddharak Fund
Publisher: Naginbhai Manchubhai Jain Sahityoddharak Fund

View full book text
Previous | Next

Page 604
________________ પેપર શ્રી શાંતિનાથ સ્તવન (પૃ. ૩૮૧). આ સ્તવનમાં કવિએ પ્રભુને પામવાથી પોતાને થયેલા આનંદને જુદી જુદી ઉપમાઓ આપી વર્ણવ્યો છે. - શ્રી નેમિજિન સ્તવન (પૃ. ૩૮૨) આ સ્તવનમાં કવિ શ્રી નેમિ જિનેશ્વરને મીઠે ઉપાલંભ આપતાં કહે છે કે તમે નિરાગી કહેવાય છે, પણ તમે રાજુલ ઉપર આટલો બધો રાગ રાખ્યો અને મોક્ષ સુખ અપાવ્યું. શ્રી પાશ્વજિન સ્તવન (પૃ. ૩૮૩) આ સ્તવનમાં કવિ કહે છે કે શ્રી પાર્વે જિનેના દર્શનથી ભવનાં દુઃખ દૂર થયાં છે. પ્રભુ પરમ આનંદ આપનાર છે. એમના ગુણને આપણે સંભારીએ અને એમની કીતિ વખાણીએ. શ્રી મહાવીર જિન સ્તવન (પૃ. ૩૮૪) હે પભુ! તમારે દેહ શોભે છે, તમારા ગુણ અમે ગાઈએ છીએ. તમે સકલ સંસારને તારનાર છે. તમારા વિના બીજો કોઈ લાયક નાયક આ કાળમાં અમને મળ્યા નથી. ૫૫. શ્રી જયસાભાગ્યજી શ્રી શાંતિનાથ સ્તવન (પૃ. ૩૮૫) શ્રી શાંતિનાથ પ્રભુના મુખદર્શનથી થતા આનંદ અને ઉલ્લાસને કવિએ આ સ્તવનમાં વ્યક્ત કર્યો છે. | શ્રી નેમિનાથ સ્તવન (પૃ. ૩૮૬). આ સ્તવનમાં કવિએ વિરહિણું રાજુલની વિરહવ્યથાનું ચિત્ર ખડું કર્યું છે. શ્રી પાર્શ્વજિન સ્તવન (પૃ. ૩૮૭), આ સ્તવનમાં કવિએ શ્રી પાર્શ્વનાથ પ્રભુની પહેલી, બીજી અને ત્રીજી પૂજા વર્ણવી, એવી રીતે અષ્ટ પ્રકારની પૂજા કરવાને ઉપદેશ આપે છે.

Loading...

Page Navigation
1 ... 602 603 604 605 606 607 608 609 610 611 612 613 614 615 616 617 618