Book Title: Jain Gurjar Sahitya Ratno Part 01
Author(s): Naginbhai Manchubhai Jain Sahityoddharak Fund
Publisher: Naginbhai Manchubhai Jain Sahityoddharak Fund
View full book text
________________
૫૫૫ આ સ્તવનમાં કવિ શ્રી પ્રમદસાગરજી શ્રી પાર્શ્વનાથ પ્રભુને પરિચય આપે છે અને અધર્મ, અકીતિ અનીતિ વગેરે દૂર કરી ભાવિકજનને સંસાર રૂપી સાગરમાંથી તારવાને માટે પ્રભુને પ્રાર્થના કરે છે.
શ્રી મહાવીર જિન સ્તવન (પૃ. ૩૯૭) દારક-પુત્ર; સેવન–સુવર્ણ; તસ-તેના;
આ સ્તવનમાં કવિએ શ્રી મહાવીર સ્વામીનાં લંછન, વાન, આયુષ્ય, નગર, માતા, પિતા, સાધુ, સાધ્વી વગેરેનું વર્ણન કર્યું છે અને કહ્યું છે કે આવા વીર પ્રભુની સેવા કરનાર અને એમનું સમરણ કરનારને ઘરે હમેશાં રિદ્ધિસિદ્ધિ ભરી સારી રહેશે.
૫૮. શ્રી અમૃતવિજયજી
શ્રી હષભજિન સ્તવન (મૃ. ૩૯૮) આ સ્તવનમાં કવિએ શ્રી હર્ષભદેવ ભગવાનને મહિમા વર્ણવ્યો છે અને એમનાં દર્શનથી પિતે અનુભવેલી કૃતાર્થતા વ્યક્ત કરી એમની સેવા માટે યાચના કરી છે.
શ્રી શાંતિનાથ સ્તવન (પૃ. ૩૯૯) કવિ આ રતવનમાં કહે છે કે હે પ્રભુ! તમારા દર્શન વિના અનંત કાલ સુધી ચાર ગતિમાં મારે ભમવું પડ્યું. તમે મારા મનમંદિરમાં પધારો કે જેથી મોહ અને મિથ્યાત્વ રૂપી અંધકાર મારા જીવનમાંથી દૂર થાય. ,
શ્રી નેમિનાથજીનું સ્તવન (પૃ. ૩૯૯) આ રતવનમાં કવિ એ શ્રી નેમિનાથ ભગવાને લગ્ન સમયે રાજુ લો ત્યાગ કર્યો અને પછી એને સંયમ માર્ગમાં આણી મોક્ષસુખ અપાવ્યું એનું સુમિલ ભાષામાં વર્ણન કર્યું છે.