Book Title: Jain Gurjar Sahitya Ratno Part 01
Author(s): Naginbhai Manchubhai Jain Sahityoddharak Fund
Publisher: Naginbhai Manchubhai Jain Sahityoddharak Fund

View full book text
Previous | Next

Page 606
________________ પપ૩ શાંતિનાથ પ્રભુની સ્તુતિ કરી એમની સેવા કરવાને ભાવિકજનેને અનુરોધ કરે છે. શ્રી નેમિનાથ સ્તવન (પૃ. ૩૦૧) આરત–ઝંખના બિનુ—વિના; અરિ– દુશ્મન; દુવિધાદ્વિધા, મૂંઝવણ. કવિ ગુણવિલાસની આ એક નાની, પણ ઉત્તમ રચના છે કવિ શ્રી નેમિજિનેશ્વરની સ્તુતિ કરતાં કહે છે કે હે પ્રભુ! મને તમારા દર્શનની ઉત્કટ ઝંખના થઈ છે. તમારા દર્શન વિના મેં ઘણી પીડા સહન કરી. આટલા વખત સુધી કર્મરૂપી દુશ્મને એ મને ઘેરી લઈને ભવભવમાં અનેક રીતે નચાવ્યો અને મારા મનને મૂંઝવણમાં નાખી દીધું છે, માટે હે પ્રભુ! હવે મારી સંભાળ રાખી ભારે ઉદ્ધાર કરે. શ્રી પાશ્વજિન સ્તવન (પૃ. ૩૯૧) કીસહી–મેઈને પણ; અરૂ–ઓર, અને; રીસ-ક્રોધ, ઠેષ; સરીસ -સરખો. * આ સ્તવનમાં કવિ પ્રભુને પ્રાર્થના કરે છે કે હે પ્રભુ! મને એવી બક્ષિસ આપે કે જેથી મારે ઘરે ઘરે ભટકવાનું અને લોકોના પગમાં માથું નમાવવાનું મટી જાય; મારામાંથી રાગ દ્વેષ ચાલ્યા જાય અને મારે આત્મા સેળે કળાએ પ્રકાશવા લાગે; મારામાં રહેલ મોહરૂપી અંધકાર દૂર થાય અને મારું મન જ્ઞાનમાં તલ્લીન બને. હે પ્રભુ!મારી આશા પૂરી કરીને મને તમારા જેવો બનાવો એજ મારી - વિનંતી છે. શ્રી મહાવીર સ્તવન (પૃ. ૩૨) નિસેવિત–જેમને સેવે છે; કાંતિ–તેજ; વિન–વિના; રવિ-સૂર્ય, મહીપૃથ્વી; કીસપે કેવી રીતે આ સ્તવનમાં કવિ શ્રી મહાવીર સ્વામીની સ્તુતિ કરતાં કહે છે

Loading...

Page Navigation
1 ... 604 605 606 607 608 609 610 611 612 613 614 615 616 617 618