Book Title: Jain Gurjar Sahitya Ratno Part 01
Author(s): Naginbhai Manchubhai Jain Sahityoddharak Fund
Publisher: Naginbhai Manchubhai Jain Sahityoddharak Fund

View full book text
Previous | Next

Page 609
________________ પપ૬ જૈન ગૂર્જર સાહિત્ય-રને અને તેની કાવ્ય પ્રસાદી શ્રી પાર્શ્વજિન ચંદ્રાઉલ (પૃ.૪૦૦) આ સરળ, સુમધુર સ્તવનમાં કવિએ પ્રભુનાં દર્શન, સેવા અને શરણ માટે પિતાના હૃદયમાં જાગેલા ભાવને વર્ણવ્યા છે. શ્રી મહાવીર જિન સ્તવન (પૃ. ૪૦૧) આ સ્તવનમાં કવિએ પ્રભુના પદની સેવા માટે યાચના કરી છે. ૫૯. શ્રી ક્ષેમવિજયજી શ્રી બહષભદેવ સ્તવન (પૃ. ૪૦૨). આ સ્તવનમાં કવિ શ્રી ઋષભદેવને વિનંતી કરતાં કહે છે “હે પ્રભુ ! જેમ ચાતકને વાદળ પ્રત્યે પ્રીતિ હેય છે તેમ અમને પણ તમારા તરફ પ્રીતિ થઈ છે. અમે તમારાથી વેગળા થવા ઈચ્છતા નથી. માટે અમારા પર પ્રસન્ન થઈ અમને એવું શાશ્વત સુખ આપે કે જેથી અમારા જન્મ મરણના ફેરા ટળી જાય.” શ્રી શાંતિનાથ સ્તવન (પૃ.૪૦૩) નિરાગી-રાગરહિત; આ સ્તવનમાં કવિ શ્રી ક્ષેમવિજયજી શ્રી શાંતિનાથ પ્રભુની સ્તુતિ કરતાં કહે છે કે “હે પ્રભુ! હુ - તમારે શરણે આવ્યો છું તમારો મહિમા જગતમાં ઘણો મેટે કહેવાય છે. તમે ચાર પદ ભોગવીને મેક્ષ સુખ મેળવ્યું છે. આમ, તમે તે રાગરહિત થઈ ગયા છે; પણ હવે અમારા ઉપર કૃપા કરીને અમને આ ભવ દુઃખમાંથી ઉગાર.”

Loading...

Page Navigation
1 ... 607 608 609 610 611 612 613 614 615 616 617 618