Book Title: Jain Gurjar Sahitya Ratno Part 01
Author(s): Naginbhai Manchubhai Jain Sahityoddharak Fund
Publisher: Naginbhai Manchubhai Jain Sahityoddharak Fund

View full book text
Previous | Next

Page 599
________________ પ૪૬ જૈન ગૂર્જર સાહિત્ય-રને અને તેમની કાવ્ય પ્રસાદી ૪૮. શ્રી કાંતિવિજયજી શ્રી ઝડપભજિન સ્તવન (પૃ. ૩૫૬) શ્રી ઋષભ જિનેશ્વરની મેહન મૂર્તિ અવલેતાં આનંદમાં વૃદ્ધિ થાય છે. હે પ્રભુ! તમારા ગુણનું સ્તવન ગાવામાં મારી જીભ લયલીન બની છે. હૃદયમાં જે વાત હોય તે મુખે આવે છે. ચંદનથી પણ વધારે શીતલ જેમનું શરીર છે એવા તમને પ્રેમથી ભેટવાને મારું અંગ ઝંખી રહ્યું છે, માટે હૃદય ઠાલવીને તમે મારા જીવનમાં પ્રેમપ્રકાશ પાથરો. - શ્રી શાંતિનાથ સ્તવન (પૃ. ૩૫૭) થાણ્યું તમારી સાથે; થારી-તારી; વછલ–વત્સલ - કવિ કહે છે, હે પ્રભુ! તમારા ચરણકમલની સેવામાં અમને આનંદ અને ઉમંગનો અનુભવ થાય છે. તમારા ધ્યાનરૂપી દીપકની તિમાં અમારા પાપરૂપી પતંગ બળી જાય છે. હે સ્વામી! તમે તે ભગવત્સલ છે અને તમારા શરણે રાખો. શ્રી નેમિનાથ જિન સ્તવન (પૃ. ૩૫૮) કવિએ આ સ્તવનમાં વર્ષા ઋતુનું અને એ ઋતુમાં રાજુલની વિરહ વેદનાનું વર્ણન કર્યું છે રાજુલ કહે છે કે મારા નાથે મારા કંઈ પણ દોષ વિના મારા ઉપર આટલે બધે રેપ કર્યો અને તોરણેથી પાછા ચાલ્યા ગયા. જે પહેલેથી હું આ જાણતી હેત તે લેકેની લાજ છોડીને પણ હું મારા પ્રિયતમને હાથ પકડીને મારી પાસે રાખત પણ મુક્તિરૂપી ધુતારી સ્ત્રીએ મારા નાથને મેળવ્યો. કવિ કહે છે કે આમ, પ્રેમમગ્ન રાજુલ ગિરનાર પહેચી અને ત્યાં સંયમ લઈ મોક્ષ સુખ પામી. - શ્રી પાર્શ્વનાથ સ્તવન (પૃ. ૩૫૯) આ સ્તવનમાં કવિએ પિતાના ભવના ફેરા ટાળવા માટે શ્રી પાર્શ્વનાથ પ્રભુને અરજ કરી છે.

Loading...

Page Navigation
1 ... 597 598 599 600 601 602 603 604 605 606 607 608 609 610 611 612 613 614 615 616 617 618