Book Title: Jain Gurjar Sahitya Ratno Part 01
Author(s): Naginbhai Manchubhai Jain Sahityoddharak Fund
Publisher: Naginbhai Manchubhai Jain Sahityoddharak Fund
View full book text
________________
૫૪૮ જૈન ગૂર્જર સાહિત્ય-રત્ના અને તેની કાવ્ય પ્રસાદી
પૂરી થાય છે. અંતમાં કવિ પ્રભુનું દિવસરાત ધ્યાન ધરવાની અને એમનાં ગુણગાન ગાવાની પાતાની અભિલાષા વ્યક્ત કરે છે. શ્રી વીરજિન સ્તવન (પૃ. ૩૬૪)
રીધજ-રિદ્ધિ; અવિહડ-માટુ'; પાઇ-મેળવી
કવિ કહે છે ચાવીસમા જિનેશ્વર શ્રી વર્ધમાન પ્રભુ કર્મનાં દુ.ખે દૂર કરે છે. કવિ પ્રભુ પાસે ભુવાભવ એમની સેવા કરવા માટે યાચના કરે છે.
૫૦. જ્ઞાનવિજયજી
શ્રી મહાવીર સ્વામી સ્તવન (પૃ. ૩૬૬)
આ કવિની ચાવીસીની રચનાની પ્રત મળી નથી. અહીં જે કડીઓ આપવામાં આવી છે તે શ્રી મહાવીર સ્વામીના સ્તવનની નહિ પણ કળશની કડી છે. એમાંથી પણ આથી તેર સુધીની કડીએ અહીં આપી છે જેમાં કવિએ પોતાનાં ગચ્છ, ગુરુ, ચેાવીસીની રચનાસાલ વગેરેના પરિચય આપ્યા છે.
૫૧. શ્રી નિત્યલાભ શ્રી ઋષભજન સ્તવન ( પૃ. ૩૬૮ )
આ સ્તવનમાં કવિ શ્રી નાભિરાજાના પુત્ર, ઈક્ષ્વાકુ વંશની શાભા સમાન, વિનીતા નગરીના રાજા શ્રી ઋષભદેવને વિનતી કરતાં કહે છે કે હે પ્રભુ ! તમારી મૂર્તિનાં દર્શન કરતાં જ તમે અમને પ્રેમની ભક્તિથી બાંધી લીધા છે. હવે અમે તમારાથી અગળા થઈશું નહિ કારણ કે તમે જ અમારાં જન્મ મરણુનાં દુઃખ દૂર કરી મેાક્ષ સુખ આપવાને સમથ છે.
Ο
સદેવંત સાવલિંગા ( પૃ. ૩૬૯ )
લવણુ–મીઠું; રસવતી–રસાઈ;
*વિ નિત્યલાલે સદેવંત સાવળીંગાના રાસની જે રચના કરી છે