Book Title: Jain Gurjar Sahitya Ratno Part 01
Author(s): Naginbhai Manchubhai Jain Sahityoddharak Fund
Publisher: Naginbhai Manchubhai Jain Sahityoddharak Fund
View full book text
________________
૪૯૮ જૈન ગૂર્જર સાહિત્ય-રત્ન અને તેમની કાવ્ય પ્રસાદી
આ સ્તવનમાં કવિ શ્રી વીર જિનેશ્વરને સંબોધીને કહે છે, “હે પ્રભુ તમારા દર્શનથી મને ઘણું ઘણું આનંદ થાય છે. તમારા ગુણ રૂપી ગંગાજળમાં મારા મનરૂપી હંસ સ્નાન કરી પિતાનાં મલિન કર્મ રૂપો મળને નાશ કરી નિર્મળ થાય છે. હે પ્રભુ! કેળળ જ્ઞાનરૂપી લક્ષ્મીના કંથ બનીને મન વાંછિત અનંત સુખની તમને પ્રાપ્તિ થઈ તેથી તમારો માનવ ભવ સફળ થયે છે, મારી પણ એજ મને કામનાઓ છે જે તમે જ પાર પાડી શકે એમ છે. હે પ્રભુ તમારી સેવા કરતાં કરતાં હું તમારા મનમાં વસુ એ મોટી વાત છે પરંતુ હું ઈચ્છું છું કે તમે મારા મનમાં રાત દિવસ વસો હે સ્વામી! તમારા ચરણ રૂપી કમળની મારી સેવા જરૂર સફળ કરજે. મારી આશા પૂરી પાડજે.”
કળશની કડીઓમાં કવિ શ્રી નયવિજયજી કહે છે કે જિનેશ્વર પ્રભુનાં ગુણગાન કરતાં મન નિર્મળ થાય છે અને મન વાંછિત રિદ્ધિ સિદ્ધિની પ્રાપ્તિ થાય છે. સંવત ૧૭૪૬માં ઊન્નનપુરમાં (ઊના બંદર) આ ચોવીસીની રચના ગુરુના પસાયે કરી.
ર૧. શ્રી દાનવિજયજી શ્રી આદિનાથ જિન સ્તવન (પૃ ૧૭૩) સુવિહાણ-પ્રભાતભાણ-સૂર્ય, સહકારઆંબેફ ગેહ-ધરે.
આ સ્તવનમાં કવિએ બાદીવટ ભગવાનનાં દર્શનથી પિતાને થયેલા અપૂર્વ આનંદને વ્યક્ત કર્યો છે, કવિ કહે છે, મંગલવેલી વધારવાને જે જિનેશ્વર મેઘ સમાન અથવા તે જલની ધારા સમાન છે એવા આદિનાથ પ્રભુને આધાર મને સદ્ભાગ્ય મળ્યો છે જગતના બંધવરૂ૫ જિનેશ્વર પ્રભુ ત્રણે ભુવનનાં લેકેને તારનાર છે. આજ પ્રભુરૂપી સૂર્યને ઉદય થવાથી આજ દિવસ સફળ થયો છે. બીજી ઉપમા આપતાં કવિ કહે છે કે આજ મારે આંગણે આંબાનું વૃક્ષ