Book Title: Jain Gurjar Sahitya Ratno Part 01
Author(s): Naginbhai Manchubhai Jain Sahityoddharak Fund
Publisher: Naginbhai Manchubhai Jain Sahityoddharak Fund

View full book text
Previous | Next

Page 582
________________ પરસ્ટ આ પ્રમાણે ત્રણે ભુવનમાં પ્રકાશમાન, પાપને ક્ષય કરનાર, 1 વમલ શાસન ચલાવનાર, ભવરૂપી બંધનને નાશ કરનાર અને સુગતિ માટે કારણ કે નિમિત્ત બનનાર જિનવરનું મહેસાણા નગરમાં રહી મેં સ્તવન કીર્તન કર્યું છે, એમ કવિ કળશની પંકિતઆમાં જણાવે છે. ૩૬. શ્રી અમૃતવિજયજી - શ્રી ઋષભદેવ જિન સ્તવન (પૃ. ૨૬૭), - કવિ આ સ્તવનમાં કહે છે કે હે પ્રભુ ! હું તમારો ભવોભવને સેવક છું, ઈન્દ્ર, ચન્દ્ર, સૂર્ય, સાગર, મહીધર વગેરેના ઉત્તમ ગુણો એકઠા કરીને તમારી કાયા ઘડવામાં આવી છે. ઇન્દ્ર, ચંદ્ર, વગેરે પ્રભુતા, સામ્યતા, પ્રતાપી પણું, ગંભીરતા, હૈયે એવા ઉત્તમ ગુણોમાં પ્રસિદ્ધ છે. શ્રી શાંતિનાથ સ્તવન (પૃ. ૨૬૮) શાંતિના દાતાર, જગતના હિતકારી, ભવિકજનના આધાર, અચિરાદેવીના પુત્ર એવા શ્રી શાંતિનાથ પ્રભુને વંદન કરી કવિપ્રાર્થના કરે છે કે હે પ્રભુ! તમે મને તમારે સેવક જાણું મારો ઉદ્ધાર કરે; મેહ વગેરે વૈરીઓથી મને દૂર રાખે. શ્રી નેમિનાથ સ્તવન (પૃ. ર૬૮) આ સ્તવનમાં કવિએ શ્રી નેમિનાથ ભગવાનના જન્મ, યૌવન, કેવળજ્ઞાનપ્રાપ્તિ ઈત્યાદિ પ્રસંગે ઉલ્લેખ કરે છે. કવિએ આ સ્તવનમાં કયાંય રાજુમતીને ઉલ્લેખ કર્યો નથી એ ધ્યાન ખેંચે છે. શ્રી પાર્શ્વજિન સ્તવન (પૃ. ૨૬૯) સારદ-શારદ-શરદ ઋતુને. કવિ કહે છે કે રાગાદિ દુશ્મનેને છતી આત્માનું રાજ્ય મેળવનાર એવા શ્રી પાર્શ્વનાથ પ્રભુ આપણને ભવસાગર તારવા માટે સમર્થ છે.

Loading...

Page Navigation
1 ... 580 581 582 583 584 585 586 587 588 589 590 591 592 593 594 595 596 597 598 599 600 601 602 603 604 605 606 607 608 609 610 611 612 613 614 615 616 617 618