Book Title: Jain Gurjar Sahitya Ratno Part 01
Author(s): Naginbhai Manchubhai Jain Sahityoddharak Fund
Publisher: Naginbhai Manchubhai Jain Sahityoddharak Fund
View full book text
________________
૫૪ર જૈન ગૂર્જર સાહિત્ય-ર અને તેમની કાવ્ય પ્રસાદી
શ્રી શાંતિનાથ સ્તવન (પૃ. ૩ર૭) કવિ પ્રભુને યાચના કરે છે કે “હે સ્વામી! હું તમારે શરણે આવ્યો છું. તે તમે મારા ઉપર મહેર કરો અને મારા પ્રત્યે પ્રીતિ દાખવે. હું તમારું શરણ છેડવાનું નથી. તમારા દર્શનથી મારાં સર્વે દુઃખ દૂર થાય છે.” | શ્રી નેમિજિન સ્તવન (પૃ. ૩ર૭)
યાદવ કુળના શણગાર જેવા, રાજુલને ત્યજી ગિરનાર પર જનાર, મદનના વિકારને નાશ કરનાર એવા શ્રી નેમિનાથ પ્રભુનું શરણ સ્વીકારી એમની યાચના કવિએ આ સ્તવનમાં કરી છે. '
શ્રી પાWજિન સ્તવન (પૃ. ૩ર૮) કવિ કહે છે કે પ્રભુની મૂર્તિ અત્યંત મનોહર અને સુખદાયક છે. મારું મન હંમેશા પ્રભુના ચરણ કમલમાં જ લયલીને રહે છે. બીજા ઘણા દેવો જોયા, પણ પ્રભુની જોડે કઈ ન આવે, પ્રભુ મારા પ્રાણાધાર છે. વિચાર્યા વિસરે નહિ એવા પ્રભુને હું મારાં દુઃખ દૂર કરવા માટે વારંવાર વિનતી કરું છું.
શ્રી મહાવીર જિન સ્તવન (પૃ. ૩૨૯) . શ્રી મહાવીર પ્રભુના ગુણ અનંત છે, જે કહેતાં પાર આવે એમ નથી. પ્રભુના ગુણ ગાવાથી આપણે ભવ સફળ થઈ જાય છે.
૪૬. વાચક શ્રી દેવચન્દ્રજી
શ્રી ઋષભજિન સ્તવન (પૃ. ૩૩૪) આ સ્તવનમાં કવિ શ્રી ઋષભદેવ ભગવાન સાથે પ્રીતિ કઈ રીતે કરવી તેને વિચાર કરે છે. કવિને મૂંઝવણ થાય છે કારણ કે પ્રભુ
જ્યાં આગળ વસે છે ત્યાં આગળ કોઈ પણ માણસ પહોંચી શકતો નથી, કોઈ કાગળ પહોંચતું નથી. પ્રભુ જેવી જ જે વ્યકિત હોય તેજ પહોંચી શકે છે. જે માણસો પ્રીતિ કરે છે તે રાગી હોય છે અને