Book Title: Jain Gurjar Sahitya Ratno Part 01
Author(s): Naginbhai Manchubhai Jain Sahityoddharak Fund
Publisher: Naginbhai Manchubhai Jain Sahityoddharak Fund

View full book text
Previous | Next

Page 596
________________ ૫૪૩ પ્રભુ તે વિતરાગી છે. એમની સાથે પ્રીતિ કરવાનો કોઈ લકત્તર ભાગ ભારે શોધવો છે, કારણ કે સંસારની પ્રીતિ તે ઝેરથી ભરેલી છે. એવી પ્રીતિ કરવાને મને જરાપણ ભાવ નથી, મારે તે ઝેરરહિત પ્રીતિ કરવી છે. પ્રભુજીનું અવલંબન સ્વીકારતાં આપણામાં પ્રભુતા પ્રગટે છે. પ્રભુની સેવા આપણને અચલ સુખ અપાવે છે. શ્રી શાંતિનાથ સ્તવન (પૃ. ૩ર૪) આ સ્તવનમાં કવિએ શ્રી શાંતિનાથ પ્રભુ સમવસરણમાં બેઠા તે પ્રસંગનું વર્ણન કર્યું છે. એ સમયની પ્રતિહાર્યની શોભા તે વર્ણવી શકાય એવી નથી. ઘૂવડનું બચ્ચું સૂર્યનાં કિરણોનું વર્ણન કેવી રીતે ? કરી શકે? પ્રભુની વાણી. પાંત્રીસ ઉત્તમ ગુણવાળી છે. એ જેનું નિરૂપણ. કરે તેમાં જરા પણ વિસંવાદ નથી હોતો. એ વાણું ભવનું દુઃખ દૂર કરનાર, શિવસુખ અપાવનાર, શુદ્ધ ધર્મ સ્વરૂપનું નિરૂપણ કરનાર છે. આવા શ્રી શાંતિનાથ પ્રભુના ગુણની સ્તુતિ કરવામાં મને કૃતાર્થતા લાધી છે. મારા મનેર સિદ્ધ થયા છે. શ્રી નેમિનાથ સ્તવન (પૃ. ૩૩૬) : શ્રી નેમિજિનેશ્વરે સર્વ વૈભવ ત્યાગ કરી પોતાનું કાર્ય સિદ્ધ કર્યું. એમણે પોતાના આત્મ સ્વરૂપને ઓળખ્યું અને પોતાની આત્મશકિતને પ્રગટ કરી. રાજુલ પણ સારી મતિવાળી સ્ત્રી કે એણે અરિહંત ભગવાનનું અવલંબન લીધું. ઉત્તમને સંગ કરવાથી ઉત્તમતા વધે છે, રાગી સાથે રાગ બાંધવાથી સાંસારિક બંધન વધે છે, પણ નીરાગી સાથે રાગ બાંધવાથી આપણે ભવપાર તરી જઈએ છીએ. શ્રી પાર્શ્વનાથ સ્તવન (પૃ. ૩૩૭) - શ્રી પાર્શ્વનાથ પ્રભુ ગુણની ખાણ જેવા, સુખના સાગર જેવા. છે. જ્ઞાન વૈરાગ્યમાં પણ પ્રભુ સમાન કેઈ નથી. એમણે શુદ્ધતા અમે એકતાના ભાવથી અંતરમાં રહેલા દુશ્મનને જીતી લીધો છે. આપણું

Loading...

Page Navigation
1 ... 594 595 596 597 598 599 600 601 602 603 604 605 606 607 608 609 610 611 612 613 614 615 616 617 618