Book Title: Jain Gurjar Sahitya Ratno Part 01
Author(s): Naginbhai Manchubhai Jain Sahityoddharak Fund
Publisher: Naginbhai Manchubhai Jain Sahityoddharak Fund
View full book text
________________
૫૩૭ શિવપદ આપવાને સમર્થ છે, તે પછી શા માટે જસ લેતા નથી? પરંતુ સેવક ભકતજનતે જે તમે ભાગ્યશાળી કરે તે તમે નિર્મળ અને નિરોગી સ્વામી કેવી રીતે કહેવાઓ ?
શ્રી શાંતિનાથ સ્તવન (પૃ. ૩૦૪) આ સ્તવનમાં પણ કવિ શ્રી શાંતિનાથ પ્રભુને ઉપાલંભ આપી કહે છે કે હે સ્વામી! તમારી ભકિત કરવાને કારણે મેં બીજા ઘણા દેવતાઓની ઉપેક્ષા કરી છે. મારા તરફથી મેં ભકિત કરવામાં કશી મણા રાખી નથી. તમે મારાથી મુખ ફેરવીને કેમ બેઠા છો ? મારી કંઈ ભૂલચૂક હોય તે મને કહે. તમારી અને મારી પ્રીત ઘણું દૃઢ છે. જો તમે પાણી છે તે હું કમળ છું, જે તમે કમળ છે તે હું સુવાસ છું, જે તમે સુવાસ છે તો હું ભ્રમર છું. આવી કેત્તર આપણી પ્રીતિ છે, એટલે તમે મને છે તે પણ હું તમને કઈ રીતે છોડી શકું ? મેં મારા મનની વાત તમારી આગળ કહી છે. માટે મારા પર તમે પૂર્ણ પ્રેમ રાખો, એમાં વિચાર શેર કરવાને હેાય ?
શ્રી નેમિનાથ સ્તવન (પૃ. ૩૦૫). આ સ્તવનમાં કવિએ રાજુલના મુખમાં ઉકિત મૂકી છે. રાજુલા નેમનાથને ઉપાલંભ આપતાં કહે છે કે હું તો તમારા ચરણની મોજડી છું. પણ તમે તે મને પશુઓ કરતાં પણ ઊતરતી ગણું. તમે પશુઓ પ્રત્યે કરુણ બતાવી, પણ મારા પ્રત્યે એવી કરુણા ન બતાવી. મેં તમને જરા પણ દૂભવ્યા નથી. તે પછી તમે મારા પર આટલો બધો રોષ શા માટે રાખો છો ? આવી રીતે ઉપાલંભ આપતી રાજુલે વ્રત લીધું અને નેમિનાથ પહેલાં મોક્ષે પહોંચી.
શ્રી પાર્શ્વનાથ સ્તવન (પૃ. ૩૦૬) શ્રી પાર્શ્વનાથ પ્રભુની અદ્દભુત શક્તિને નિર્દેશ કરી કવિ પિતાના પ્રત્યે કરુણા બતાવવા માટે પ્રભુને વિનંતી કરતાં કહે છે, હે પ્રભુ મારા