Book Title: Jain Gurjar Sahitya Ratno Part 01
Author(s): Naginbhai Manchubhai Jain Sahityoddharak Fund
Publisher: Naginbhai Manchubhai Jain Sahityoddharak Fund
View full book text
________________
૫૩૫
શ્રી મહાવીર જિન સ્તવન (પૃ. ૨૯૬). આ વનમાં કવિએ શ્રી મહાવીર સ્વામીનાં માતાપિતા, નગર લાંછન વગેરેનું વર્ણન કર્યું છે.
૪૦. શ્રી લક્ષ્મીવલ્લભગણિ
શ્રી ઋષભજિન સ્તવન (પૃ. ૨૯૮) કવિ કહે છે કે પ્રથમ જિનેશ્વર શ્રી કષભદેવનાં દર્શનથી મારે જન્મ પવિત્ર થયો છે, આજ પરમ આનંદ પ્રાપ્ત થયો છે. આજ સર્વ મંગલ એકત્ર થયાં છે. અજ્ઞાન પડ ભેદીને પ્રકાશની જ્યોત પ્રગટ થઈ છે. પ્રભુનો સંગ વંછિત ફળ આપનાર છે. એથી બીજે કયાંય મન રાચતું નથી.
શ્રી શાંતિનાથ સ્તવન (પૃ. ર૯૮) સમરન-સ્મરણ; રસના–જીભ; મચ્છર-મત્સર, ઈથી; પંક-કાદવ.
કવિ આ સ્તવનમાં કહે છે કે શ્રી શાંતિનાથ પ્રભુના સ્મરણ વિના જીભ પરનિંદાના કામમાં પડી હતી, મન વિષયવાસનામાં રચ્યુંપચ્યું હતું. મત્સર, માયા વગેરેના કાદવમાં પડી રહી અનાદિ કાળથી હું મેહનિદ્રામાં પડી રહ્યો હતો, હવે શ્રી શાંતિનાથ પ્રભુની આરાધનારૂપી ગંગાજળથી હું મારા આત્માને જોઉં છું. અને મારા હૃદયમંદિરમાં જ્ઞાનરૂપી દીપક પ્રકાશે છે.
શ્રી નેમિનાથ સ્તવન (પૃ. ૨૯) પિતાની કાયાને છાયા જેમ સમજી, માયાને ત્યાગ કરનાર, સમુદ્રવિજય અને શિવાદેવીના પુત્ર, બાલ બ્રહ્મચારી બાવીસમા જિનેશ્વર શામળિયા શ્રી નેમિનાથ ભગવાનના ચરણમાં મસ્તક નમાવી હું એમની સ્તુતિ કરું છું
શ્રી પાર્શ્વજિન સ્તવન (. ૩૦૦) હે પ્રભુ! તમારું રૂપ જોઈ મને ઘણે આનંદ થયો છે. શરદ