Book Title: Jain Gurjar Sahitya Ratno Part 01
Author(s): Naginbhai Manchubhai Jain Sahityoddharak Fund
Publisher: Naginbhai Manchubhai Jain Sahityoddharak Fund

View full book text
Previous | Next

Page 587
________________ ૫૩૪ જૈન ગૂર્જર સાહિત્ય-રતા અને તેની કાવ્ય પ્રસાદી પહેલી કડીમાં કવિએ શ્રી વીરજિનેશ્વરને સવારના પહેારમાંવદન કરવાથી પ્રાપ્ત થતી સિદ્ધિના નિર્દેશ કરી પછીની ત્રણ કડીમાં કવિએ શ્રી વીરપ્રભુની વાણીનું ઉમા આપી વન કર્યું છે. ૩૯ શ્રી. જિનસુખસૂરિ શ્રી ઋષભજિત સ્તવન (પૃ. ૨૯૩) કવિ આ સ્તવનમાં કહે છે કે જગતના દુઃખનુ નિવારણુ કરનાર, આદિયુગ પ્રવર્તાવનાર હે ઋષમજિનેશ્વર, તમે મારી મનતી આશા પૂર્ણ કરે, ભવસાગરમાં અનેક ભવ ભમ્યા પછી હું તમને પામ્યા છું. તમારું શરણુ સ્વીકારવાથી મારી આપત્તિઓ દૂર થઈ છે. મારાં અશુભ કર્મોના નાશ થયા છે. મારા જીવનમાં જ્ઞાનરૂપી પ્રકાશના ઉદય થયેા છે. શ્રો શાંતિનાથ સ્તવન (પૃ. ૨૯૪) કવિ કહે છે કે વિશ્વસેન રાજા અને અચિરાદેવીના પુત્ર, જગતમાં શાંતિ પ્રસરાવનાર, વિશ્વવંદનીય એવા હું શ્રી શાંતિ જિતેશ્વર, મારું અન દિવસરાત તમારા ચરણમાં જ લાગેલુ રહે છે. તમારી કૃપાથી હું ધણું સુખ પામ્ય છું. શ્રી નેમિનાથ સ્તવન (પૃ. ૨૯૫) રાજ સવારના પહેારમાં ઊઠીને શ્રી નેમિનાથને વંદન કરીએ. પ્રભુ સહુને સુખ આપનાર છે. પ્રભુ સૌને મનથી ગમે છે. આ કલિકાલમાં એમના જેવા યાગીશ્વર કાઇ જોવા નાંઢું મળે. માટે જ આખુ જગત એમને વરે છે. શ્રી પાર્જિન સ્તવન (પૃ. ૨૯પ) વણારસી–વાણારસી, બનારસ, કાશી; અસુસેન–અશ્વસેન; તમઅજ્ઞાન-અજ્ઞાનરૂપી અંધકાર. આ સ્તવનમાં કવિએ શ્રી પાર્શ્વનાથ પ્રભુ પ્રત્યેના પાતા દાસત્વ અને અનન્ય શરણાગતિના ભાવ પ્રદર્શિત કર્યો છે.

Loading...

Page Navigation
1 ... 585 586 587 588 589 590 591 592 593 594 595 596 597 598 599 600 601 602 603 604 605 606 607 608 609 610 611 612 613 614 615 616 617 618